જી.જી. હોસ્પિટલ ગાય મુક્ત કયારે બનશે?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જી.જી.હોસ્પિટલમાં દર્દીઓ સારવાર અર્થે શહેર તથા િજલ્લામાંથી આવતા હોય છે. પરંતુ હોસ્પિટલમાં દર્દીઓને ઢોરની ઢીકે ચડવાનો વધુ ખતરો ઉભો થતો હોય છે. જેમાં દર્દીઓને બીજા વાેર્ડમાં અથવા તો રીપોર્ટ કરાવવા વોર્ડની બહાર કાઢવામાં આવતા હોય છે અને લોબીમાં ફરજીયાત પસાર થવું પડતું હોય છે. પરંતુ હોસ્પિટલની લોબીમાં બિનદાસ્ત ફરતી ગાય તથા કુતરાઓના ઢીંકે ચડવાનો ખતરો વધુ જોવા મળતો હોય છે. અમુકવાળ તો અાવા ઢોર ભડકતા અફડા તફડીના માહોલ પણ સર્જાતા હોય છે. ગાય તથા કુતરાઓ બપોરના સમયે અને રાત્રીના દર્દીઓ તથા સગા-સ્નેહીઓ લોબીમાં તથા વોર્ડની આજુબાજુમાં જમવા એકત્ર થાય છે ત્યારે આવા ઢોર ત્યાં આવી અશાંતિનો માહોલ ઉભો કરતા હોય છે. આમ સમસ્યાઆનું નિરાકરણ કરવા હોસ્પિટલના અધિકારીઓ નિષ્ફળ જઇ રહયા છે અને સમસ્યાઓમાં વધારો થઇ રહયો છે.

દર્દીઓ તથા લોકોની સલામતી માટે હોસ્પિટલમાં સિકયુરીટી સ્ટાફ રાખવામાં આવ્યો હોવા છતાં ઢોરના પ્રવેશ તમામ ગેઇટમાંથી થતો હોય છે. પરંતુ સિકયુરીટી સ્ટાફ જાણે ગેઇટ પાસે ફરજ બજાવતા હોય તેવા ચિત્ર જોવા મળી રહયા છે. ઉપરાંત બિનદાસ્ત હોસ્પિટલમાં ફરતા ઢોરને બહાર કાઢવાની ફરજ સિકયુરીટી સ્ટાફની હોય છે પણ સિકયુરીટી સ્ટાફની હોસ્પિટલમાં કોઇપણ જાતની જવાબદારી હોય તેવું દેખાઇ રહયું છે. આમ જી.જી. હોસ્પિટલમાં ગાય મુકત કયારે બનશે અને અધિકારીઓ અંગે પગલા લેશે સહિતના પ્રશ્નો લોકોમાં જોરશોરથી ઉઠી રહયા છે.

જી.જી. હોસ્પિટલમાં પશુઓના અડિંગા તસવીર-વિજયહરિયાણી

☻જી.જી. હોસ્પિટલમાં ઘણા સમયથી ગાય તથા કુતરાના અતિરેક ત્રાસ વધી રહયો છે. જેમાં તમામ ગેઇટમાંથી આવા પશુઓ પ્રવેશ કરતા હોય છે. પરંતુ ગેઇટ ઉપર સિકયુરીટી સ્ટાફ ફરજ પર હોવા છતાં ઢોરના પ્રવેશ થઇ રહયા છે, તો હોસ્પિટલના અધિકારીઓ સિકયુરીટી સ્ટાફ સામે પગલા લેવામાં કેમ શરમ અનુભવી રહયા છે અંગે જો યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો હોસ્પિટલમાં બિનદાસ્ત ફરતા ઢોર પર નિયંત્રણ આવી શકે અને લોકોને પડતી હાલાકીનો અંત આવી શકે.

સિકયુરિટી સ્ટાફ સામે પગલાં લેવામાં તંત્ર શા માટે લાજ કાઢે છે

અન્ય સમાચારો પણ છે...