તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરમાં પ્રાણનાથ ચતુર્થ શતાબ્દી મહોત્સવનું આયોજન

જામનગરમાં પ્રાણનાથ ચતુર્થ શતાબ્દી મહોત્સવનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કૃષ્ણપ્રણામી સંપ્રદાયના પ્રવર્ધક આચાર્ય વિશ્વવંદનીય મહામતિ પ્રાણનાથજીનો પ્રાદુર્ભાવ નવાનગર સ્ટેટના દિવાન કેશવજી ઠકકર તથ માતા ધનબાઇના પુત્રરૂપે વિ.સં. 1675 ભાદરવા વદ ચૌદશના રોજ થયો હતો. વર્ષે તિથિ પ્રમાણે 19 સપ્ટે.ના રોજ તેમના પ્રાકટયના 400 વર્ષ ચતુર્થ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ-વિદેશ સહિત જામનગર શહેર તથા િજલ્લામાંથી અનુયાયીઓ પધારશે.

કૃષ્ણ પ્રણામી ધર્મની અાચાર્ય પીઠ શ્રી નવતનપુરીધામ દ્વારા આચર્ય કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં તા. 14 થી 20 સપ્ટે. દરમિયાન વિવિધ અને વિશેષ કાર્યક્રમોની સાથે ચતુર્થ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે. કાર્યક્રમનું આયોજન રણજીનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી શૈક્ષણિક સંકુલની બાજુમાં પ્રાણનાથ નગરમાં કરવામાં આવશે. મહોત્સવ દરમિયાન અંદાજીત બે લાખ અનુયાયીઓ ઉત્સવમાં જોડાશે.

કાર્યક્રમમાં ભારતભરના વિશિષ્ટ સંતો તથા વરિષ્ઠ રાજકીય ક્ષેત્રના તેમજ સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ તથા ચાર રાજયોના સીઅેમ તથા બે રાજયોના રાજયપાલને કાર્યક્રમમાં પધારવા નિમંત્રણો પાઠવવામાં આવ્યા છે.

સમગ્ર સમિતિઓના સલાહકાર તરીકે આર.સી. ફળદુ, અશોક પરનામી, ધનસુખભાઇ ભંડેરી તથા કલેકટર આર.જે. માંકડીયા, કમિશનર આર.બી. બારડ, ડીડીઓ એમ.એ. પંડયા વગેરે તંત્ર દ્વારા કાર્યક્રમમાં સહયોગ મળી રહેશે તેમ ટ્રસ્ટી મોતીભાઇ પ્રજાપતી દ્વારા જણાવાયું છે.

આગામી દિવસોમાં દરેક સમિતના સંયોજકો તથા સ્વયં સેવકોનો વર્કશોપ યોજવામાં આવશે જેથી આવનાર અનુયાયીઓને કાર્યક્રમ દરમિયાન કોઇપણ જાતની અગવડતા પડે તે ધ્યાને લેવાશે. આમ ભજન, ભોજન અને સત્સંગના ત્રિવિધ આયામો દ્વારા મહામતિ પ્રાણનાથજીના 400માં પ્રાકટયદિનની ઉજવણીમાં શહેરીજનોને પધારવા જણાવાયંુ છે.

દેશ-વિદેશ, શહેર-િજલ્લામાંથી 2 લાખ અનુયાયીઓ દર્શનાર્થે પધારશે

4 રાજ્યના સીઅેમ, 2 રાજ્યના રાજ્યપાલને નિમંત્રણો પાઠવાયા

અન્ય સમાચારો પણ છે...