તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરમાં PGVCL દ્વારા ચોથા દિવસે વીજચેકિંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાંપીજીવીસીએલ દ્વારા સોમવારથી વીજ ચેકીંગ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં ચાેથા દિવસે ગુરૂવારે જામનગર સર્કલના સીટી-2 ડીવી. હેઠળ આવતા ખંભાળિયા નાકા અને નગરસીમ સબ ડીવિઝન હેઠળના વિસ્તારોમાં ચેકીગ કાર્યવાહી કરવામાં આવી હતી.

જેલ રોડ, 49 દિ.પ્લોટ, નીલકંઠ નગર, સન સીટી, બુરહાની પાર્ક, બાલનાથ સોસાયટી સહિતમાં 31 ટીમો, 10 સ્થાનિક પોલીસ, 18 એકસ આર્મીમેન, 17 એસઆરપી મેન તથા ત્રણ વિડીયોગ્રાફરો સાથે ચેકીગ કાર્યવાહી કરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન ગુરૂવારના 461 વીજ કનેકશનો ચેક કરતા 98માં ક્ષતિ સામે આવતા રૂા. 12.65 લાખના દંડ ફટકારવામાં આવ્યા હતાં. આમ સોમવારથી સતત શરૂ રહેતી વીજ ચેકિંગ કાર્યવાહીથી વીજ ચોરોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

98 કનેકશનમાં ક્ષતિ, 12.65 લાખના દંડ

અન્ય સમાચારો પણ છે...