તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

GST મુદ્દે આજે કેન્દ્રીય મંત્રી વેપારી�ને મળશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુડ્સસર્વિસ ટેક્સ (જીએસટી)નો અમલ થયા બાદ સમગ્ર દેશમાં તેનો વિરોધ પ્રવર્તિ રહ્યો છે. વેપારીઓ નવી કર પધ્ધતિને લઇને અશમંજસમાં છે ત્યારે જીઅેસટી અંગે વેપારીઓને સમજ આપવા તેમજ વેપારીઓની સમસ્યા સાંભળવા શુક્રવારે કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવીયા જામનગર આવશે. કેન્દ્રિય મંત્રી અને વેપારીઓ વચ્ચે ચાર કલાક બેઠક ચાલશે.

કેન્દ્રિય રાજ્ય મંત્રીના મીડિયા કો-ઓર્ડિનેટરની અખબારી યાદીમાં જણાવાયું હતું કે, ‘એક દેશ-એક કર’ની વિભાવનાને સિધ્ધ કરતા સૌથી મોટા આર્થિક સુધારારૂપે જીએસટીની અમલવારી કરવામાં આવી છે. સમગ્ર દેશમાં એક કર પધ્ધતી દાખલ કરાતા અનેક સમસ્યા સર્જાઇ હોઇ તે સ્વભાવીક છે, વેપારીઓની આવી મુશ્કેલી અને પ્રશ્નો સાંભળવા અને ચર્ચા કરવા ભારત સરકારે દરેક રાજ્યમાં કેન્દ્રિય મંત્રીઓને મોકલવાનો નિર્ણય કર્યો છે, જેના ભાગરૂપે કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવીયા તા.14ને શુક્રવારે જામનગર પહોંચશે અને સવારના 11 થી બપોરના 3 વાગ્યા સુધી કલેક્ટર ઓફિસના કોન્ફરન્સ હોલ ખાતે વિવિધ વેપારી સંગઠનો સાથે બેઠક યોજી તેમની સમસ્યા જાણી તેમના ઉકેલ માટે પ્રયાસ કરશે.

જીએસટીનો સમગ્ર ગુજરાતમાં જોરશોરથી વિરોધ થઇ રહ્યો છે અને જામનગરે જીએસટી સામેની લડતનું સુકાન સંભાળ્યું છે તાજેતરમાં જામનગર વેપારી મહામંડળના યજમાનપદે રાજ્યના વેપારી આગેવાનોનું હાસંમેલન યોજાયું હતું અને જીએસટી સામેની લડત સમિતીની રચના કરવામાં આવી હતી. સંજોગોમાં કેન્દ્રિય મંત્રી જામનગરના વેપારીઓને મળવાના હોઇ રાજ્યના તમામ વેપારી આગેવોની નજર બેઠક પર રહેશે.

જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઇ તન્નાએ ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવીયા સાથેની બેઠકનું આમંત્રણ મળ્યું છે, વેપારી મહામંડળના હોદ્દેદારો, કારોબારી અને આસપાસના જિલ્લાના વેપારી આગેવાનો સહિત 50 જેટલા વેપારીઓ સાથે રાખી બેઠકમાં ભાગ લેશું. જીએસટીની કર પધ્ધતીને કારણે વેપારીઓને અનેક દુવિધા નડી રહી છે જે બાબતે મંત્રી સમક્ષ રજુઆત કરી વેપારીઓ આસાનીથી વેપાર-ધંધા કરી શકે તેવી નિતી અપનાવવા માગ કરવામાં આવશે.

મંત્રી સાથે ખુલ્લા મનથી ચર્ચા કરીશું: સુરેશભાઇ તન્ના

સવારના 11 થી બપોરના 3 વાગ્યા સુધી વિવિધ વેપારી સંગઠનો સાથે બેઠક યોજી તેમની સમસ્યા જાણી ઉકેલ માટે પ્રયાસ કરશે

અન્ય સમાચારો પણ છે...