તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ભારે વરસાદની આગાહી વચ્ચે જોડિયામાં વધુ એક ઇંચ વરસાદ

ભારે વરસાદની આગાહી વચ્ચે જોડિયામાં વધુ એક ઇંચ વરસાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવામાનવિભાગ દ્વારા શનિવારથી ભારે વરસાદની કરાયેલી આગાહી વચ્ચે જોડિયામાં વધુ એક ઇંચ વરસાદ વરસ્યો છે. જામનગર, ધ્રોલ, ભાણવડમાં ઝાપટા પડયાં છે. રવિવાર અને સોમવારના મેઘરાજા મુશળધાર વરસાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

જામનગર અને દ્વારકા જિલ્લામાં બે દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદના હળવા-ભારે ઝાપટા વરસી રહયા છે.ગુરૂવારે પણ દિવસભર આકાશમાં કાળા ડીંબાગ વાદળોને કારણે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.બુધવારે સાંજે 6 વાગ્યાથી ગુરૂવારે સાંજે 4 વાગ્યા સુધીમાં જોડિયા તાલુકામાં ઝાપટા સ્વરૂપે એક ઇંચ પાણી વરસી ગયું હતું.જયારે ધ્રોલ,જામનગર શહેર અને ભાણવડમાં ઝાપટા પડયા હતાં.મહતમ તાપમાન 31.8 ડીગ્રી અને ન્યુનતમ તાપમાન 24.6 ડીગ્રી રહયું હતું.જયારે ભેજનું પ્રમાણ 80 ટકા અને પવનની ગતિ 40 થી 50 કીમી પ્રતિ કલાક રહી હતી. હવામાના વિભાગ દ્વારા જામનગર સહીત સૌરાષ્ટ્રમાં શનિવારથી ભારે વરસાદની આગાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...