તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેર-જિલ્લામાં આરટીઇમાં 541 બાળકો પ્રવેશથી વંચિત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારનીઢીલી નીતિને કારણે જામનગર શહેર-જિલ્લામાં આરટીઇમાં હજુ 541 બાળકો પ્રવેશથી વંચિત રહયા છે. દોઢ મહીનાથી ખાનગી શાળાઓ શરૂ થઇ હોવા છતાં વાલીઓએ કરેલી વાંધા અરજીનો નિકાલ આવતાં ભારે આશ્ચર્યની સાથે અનેક શંકાઓ સેવાઇ રહી છે.બીજી બાજુ આરટીઇના બોગસ પ્રવેશ મામલેની તપાસમાં ડીઇઓ કચેરીની ઢીલી નીતિથી અનેક સવાલો ઉઠયા છે તો વાલીઓ ત્રાહીમામ પોકારી ગયા છે.

રાઇટ ટુ એજયુકેશન એકટ હેઠળ ચાલુ વર્ષે જામનગર જિલ્લા પંચાયત હસ્તકની 191 ખાનગી શાળાઓમાં 1199 બેઠકની જયારે જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હેઠળની 112 ખાનગી શાળાઓમાં 1375 બેઠકની ફાળવણી કરવામાં આવી છે.જેમાં અત્યાર સુધીમાં જિલ્લા પંચાયત હસ્તકની ખાનગી શાળાઓમાં 973 અને ડીઇઓ કચેરી હસ્તકની શાળાઓમાં 1060 બાળકોએ પ્રવેશ મેળવ્યો છે.જયારે રહેણાંક કરતાં 6 કીમી દૂર અને ફોર્મમાં દર્શાવેલી ખાનગી શાળાને બદલે અન્ય શાળા ફાળવી દેતાં વાલીઓએ વાંધા અરજી કરી હતી.

શહેર-જિલ્લામાં આજની તારીખે 541 છાત્રો આરટીઇમાં પ્રવેશથી વંચિત છે.નવાઇની વાત તો છે કે,મહીના અગાઉ જામગનરમાં આરટીઇમાં ખોટા દસ્તાવેજોના આધારે બોગસ પ્રવેશ અંગે ઝીણવટ ભરી તપાસ કરવાનો આદેશ પ્રાથમીક શિક્ષણ નિયામકે કર્યો હોવા છતાં જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્રારા તપાસ શરૂ કરવામાં આવી નથી.

આરટીઇમાં બોગસ પ્રવેશની કાર્યવાહી 27 જુલાઇ સુધી પૂર્ણ કરવાનો આદેશ કરાયો છે.ત્યારે તપાસમાં બાળક અને તેના પરિવારની અનેક વિગતો ચકાસવાની હોય 2033 પ્રવેશ લેનાર બાળકોની તપાસની વિશ્વનીયતા સામે પ્રશ્નાર્થ સર્જાયા છે.

તપાસની વિશ્વનીયતા સામે પ્રશ્નાર્થ

જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કીરીટ કણસાગરાએ જણાવ્યું હતું કે,આરટીઇમાં બોગસ પ્રવેશની તપાસ માટે 25 જેટલી ટીમની રચના કરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.જેનો અહેવાલ 27 જુલાઇ સુધી મોકલવાનો છે.

ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે

આરટીઇ માટે ટોલ ફ્રી નંબર 18001201464 શરૂ કરવામાં આવ્યા છે.પરંતુ નંબર પર પ્રથમ તો કોઇ ફોન ઉપાડતું નથી.અને જો ઉપાડવામાં આવે તો અરજી,વાંધા અરજીની કાર્યવાહી ચાલુ છે તેવા ઉડાઉ અને મનસ્વી જવાબો આપવામાં આવતા હોવાની ફરિયાદો વાલીઓમાં ઉઠી છે.નવાઇની વાત તો છે કે ટોલ ફ્રી નંબર પર ખુદ ડીઇઓ કચેરીના સરકારી કર્મચારીઓને પણ યોગ્ય જવાબ દેવામાં આવતા હોવાની ફરિયાદો જોરશોરથી ઉઠી છે.

ટોલ ફ્રી નંબર પર કાર્યવાહી ચાલુ હોવાના ઉડાઉ જવાબ

ડીઇઓ કચેરીની ઢીલી નીતિથી અનેક સવાલ: વાલીઓ ત્રાહિમામ્

અન્ય સમાચારો પણ છે...