• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરના યુવાન પર હુમલો કરી બે શખ્સે રૂ.7800ની લૂંટ ચલાવી

જામનગરના યુવાન પર હુમલો કરી બે શખ્સે રૂ.7800ની લૂંટ ચલાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાંરવિવારે મધરાત્રે બે શખ્સોએ યુવક પર હુમલો કરી રૂ.7800ની લૂંટ ચલાવી પલાયન થઇ ગયા હતા.

શહેરમાં રહેતા અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતા દિનેશ વાઢેર રવિવારે રાત્રે પ્રજાપતિ સમાજની વાડી પાસેથી પસાર થતો હતો ત્યારે બે શખ્સો ધસી આવ્યા હતા. બંને શખ્સોએ દિનેશના ખિસ્સામાંથી રૂ.7800 અને ડ્રાઇવીંગ લાયસન્સ લૂંટી લીધા હતા. લૂંટનો બનાવનો પ્રતિકાર કરતા બંને શખ્સે તેને માથામાં લાદીના ટૂંકડા ફટકારી દીધા હતા.અને બંને લૂંટારૂઓ નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે તપાસ કરતાં લૂંટારૂ ધનરાજ શંકર વનખેડે તથા તેની સાથે એક અજાણ્યો હોવાનું ખુલ્યું હતું. પોલીસે લૂંટનો ગુનો નોંધી બંનેની શોધખોળ શરૂ કરી હતી.

પ્રજાપતિ સમાજની વાડી પાસે યુવકને લાદીના ટુકડા ફટકારી મારમારી લૂંટારુ પલાયન થયા

અન્ય સમાચારો પણ છે...