• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • દ્વારકાની તિજોરી શાખામાં અપૂરતો સ્ટાફ, લોકો પરેશાન

દ્વારકાની તિજોરી શાખામાં અપૂરતો સ્ટાફ, લોકો પરેશાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવભૂમિદ્વારકા જિલ્લાના વડામથક ખંભાળિયામાં જિલ્લા તિજોરી કચેરીમાં સ્ટાફની ઘટ્ટને કારણે અરજદારો ધક્કા ખાઇ રહ્યા છે. જિલ્લામાં સ્ટાફ ફાળવવા નાણામંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા તીજોરી કચેરીનું તાજેતરમાં નવા અદ્યતન બિલ્ડીંગમાં સ્થળાંતર કરાયું છે ત્યારે ટ્રેઝરી કચેરીમાં સ્ટાફની ઘટ્ટ હોવાથી અરજદારોને લાઇનમાં ઉભું રહેવું પડે છે. તેમજ ક્યારેક સામાન્ય કામ માટે 3 દિવસ લાગી જતા હોય છે.

જિલ્લાને 3 વર્ષ થયો હોવાથી પ૦ ટકા જેટલો સ્ટાફ કામ પર હોય જ્યારે જામનગરમાં ૧૧૦ ટકા સ્ટાફ હોય, ત્યાંથી દેવભૂમિમાં મોકલાય તો અહીં સ્થિતિ હળવી થાય. અન્ય જિલ્લાઓ પૈકી નવા જિલ્લો સોમનાથ ગીરમાં તો સ્થિતિ એવી છે કે એક ટેબલ પર બે-બે કર્મચારી કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...