• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • શહેરમાં ઢોરનો ત્રાસ દૂર કરવા શું કાર્યવાહી કરાશે : એસડીએમ

શહેરમાં ઢોરનો ત્રાસ દૂર કરવા શું કાર્યવાહી કરાશે : એસડીએમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાંછેલ્લાં ઘણાં સમયથી મીલ્ટ્રી ગેઇટ,જેલ રોડ,પ્રેમચંદ વ્રજપાલ માર્ગ,એમ.પી.શાહ માર્ગ સહીતના રસ્તાઓ પર રખડતા ઢોર અડીંગો જમાવીને બેઠા હોય શહેરીજનોને ટ્રાફીક સહીત અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે.વળી ઢોર ઝગડતા અકસ્માત થવાનો ખતરો છે અને નાગરિકોના જાન માલનું પણ જોખમ રહે છે.આ ખૂબજ ગંભીર બાબત હોય શહેરમાં માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા યોગ્ય પગલાં લેવા વકીલ હીરેન ગુઢકાએ કમિશનર અને સબ ડીવિઝનલ મેજીસ્ટ્રેટને રજૂઆત કરી હતી.આ રજૂઆતના અનુસંધાને સબ ડીવિઝનલ મેજીસ્ટ્રેટે મનપાના નાયબ કમિશ્નરને પત્ર પાઠવ્યો છે.જેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે રજૂઆત અન્વયે માર્ગો પરના ઢોર અને પ્રાણીઓના ત્રાસને દૂર કરવા શું કાર્યવાહી કરવામાં આવી તે બાબતનો અહેવાલ કચેરીને મોકલી આપવા અને મામલે અરજદારને પણ જાણ કરવા જણાવાયું છે.

માર્ગો પર ઢોરના અડીંગા અંગે રજૂઆત

અન્ય સમાચારો પણ છે...