મહિલાઓએ ડોક્ટરને લાફાવાળી કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમારોગચાળાની પ્રમાણ વધારે હોય દરરોજ 300થી વધુ દર્દીઓ ઓપીડી કરવામા આવતી હોય તેવામા એક ડોકટર દ્વારા દવા અપાતા દર્દીને રીએકશન આવતા મહિલાઓએ ડોકટરને લાફાવાળી કરી હતી. માથકુટ થતા પોલીસ બોલાવવી પડી હતી. ડોકટર અને સ્ટાફ હડતાલ ઉપર ઉતાર્યા હતા.

હાલમાં રોગચાળાનું પ્રમાણ વધારે હોય દરરોજ 300 દર્દીઓ OPDમાં આવતા હોય, જામનગર થી જી.જી.હોસ્પિટલ થી અર્બન હેલ્થ માટે સલાયા CHC માં સરકાર દ્વારા ડો. મનન પટેલ તથા ડો. અમર મોદીવાલાને સલાયા અર્બન હેલ્થમાં દર્દીઓની સારવાર માટે મોકલતા , બન્ને ડોકટરો સલાયાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની સારવાર કરતા હતા. ત્યારે આજરોજ સવારે માછીમારોની મહિલાઓનું ટોળું ધસી આવી ડોકટરને કહેવા લાગેલ કે તારી સારવાર થી મને રીએક્શન આવ્યું હતું. આમ કહી ડોકટરને લાફાવાળી કરી હતી. જેના પગલે હોસ્પિટલનો સમગ્ર સ્ટાફ હડતાલ પર ઉતર્યા હતા. અને પોલીસને જાણ કરાતા પોલીસ તથા મહિલા પોલીસ દવાખાને આવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાવના પગલે ડોક્ટર અને સ્ટાફ હડતાળ પર

માથાકૂટ ઉગ્ર થતા ડોકટર અને નર્સિગ સ્ટાફ હડતાળ ઉપર ઉતર્યો

અન્ય સમાચારો પણ છે...