રેલવે સ્ટેશનમાં જડતંત્ર વહીવટનો વધુ એક કિસ્સો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરરેલવે સ્ટેશન મુસાફરોની સુવિદ્યા બાબતે ચર્ચામાં રહે છે.રેલવે સ્ટેશન પર હજારો મુસાફરોનું આવાગમન રહે છે.સ્ટેશન પર મુસાફરોને શૌચક્રિયા માટે અલગ અલગ શૌચાલય ઉપલબ્ધ છે પરંતુ ખાટલે મોટી ખોટ છે કે,વિકલાંગો માટે ઉભુ કરાયેલું શૌચાલય મહીનાથી બંધ કરી દેવામાં આવ્યું છે.જેના કારણે મુસાફરો પારવાર મુશ્કેલી અનુભવી રહ્યાં છે. જામનગર રેલવે સ્ટેશનમાં શૌચાલયને તાળા મારાતાં વિકલાંગોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.જ્યારે એક તરફ સરકાર ઘરે ઘરે શૌચાલય બનાવવાની વાતો કરતી હોય તેવા સમયે વિકલાંગ મુસાફરોની સુવિધા માટે રેલવે સ્ટેશનમાં સરકાર દ્રારા બનાવામાં હાવેલ શૌચાલયને તાળા મારી રખાતા સરકારની યોજનાની મજાક થઇ રહી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.

અન્ય મુસાફરોનો ધસારો રહેવાથી તાળાં લગાવ્યાં છે

જામનગરરેલવે સ્ટેશનના સ્ટેશન સુપ્રિટેન્ડેટ એસ.કે.સેઠ્ઠીએ જણાવ્યું હતું કે,વિકલાંગ શૌચાલયમાં અન્ય મુસાફરોનો ઘસારો રહેતો હોય જેથી શૌચાલયની પરિસ્થિતિ ખરાબ થઇ જતી હોય જેના કારણે તાળા માર્યા છે.આ બાબતે વિકલાંગ મુસાફરો તરફથી વારંવાર ફરિયાદો આવી છે.જે બાબતે યોગ્ય વિચારણા કરી સત્વરે શૌચાલય ખુલ્લા મુકાશે.

અન્ય સમાચારો પણ છે...