• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર હાઇટેક યુગમાં, શહેરને મળ્યો ફ્રી વાઇ ફાઇ સેવાનો લાભ

જામનગર હાઇટેક યુગમાં, શહેરને મળ્યો ફ્રી વાઇ-ફાઇ સેવાનો લાભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રસરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેક જગ્યાએ અને અનેક શહેર આજે વાઇ-ફાઇ બન્યા છે, ત્યારે જામનગર પણ આમાંથી બાકાત કેમ રહે તેવા ઉમદા ઉદેશથી સ્વ. હરીદાસ જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઇ લાલે શહેરને ફ્રી વાઇ-ફાઇ ઝોન આપવાનો નિર્ધાર કર્યો અને નિર્ધાર શનિવારે સાકાર થયો છે. જામનગરમા ફ્રી વાઇફાઇ ઝોનનો પ્રારંભ કરતા પાણી પુરવઠા કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયાએ જણાવ્યું હતું કે, જામનગર ખાતે ડી.કે.વી સર્કલ તેમજ ચાંદી બજાર જેવા વધુ લોકોની અવર જવર રહેતા વિસ્તારને ફ્રી વાઇફાઇ ઝોન મળ્યુ છે, સાથે સાથે ટ્રસ્ટ દ્વારા રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી પણ મળી રહે તેમજ તે અંગેના ફોર્મ ભરી આપવાની કામગીરી પણ કરવાની શરૂઆત કરી છે. તે પ્રોત્સાહિત કર્યા છે. ટ્રસ્ટ દ્વારા કેશલેસ ટ્રાન્ઝેક્શન માટે ભીમ એપ તેમજ મોદી એપ ડાઉનલોડ કરી આપશે તેમજ બન્ને એપના ફાયદાઓની સમજ આપતી પત્રિકાઓનું વિમોચન કરાયું હતું.ધારાસભ્ય વસુબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ઇન્ટરનેટના માધ્યમથી કોઇપણ ક્ષેત્રની માહિતી મળી રહે છે ત્યારે જામનગરના ઇન્ટરનેટ વિહોણા લોકોને ફ્રી વાઇફાઇથી સરળતાથી માહિતી મળી રહે તેવા પ્રયાસના ભાગરૂપે એચ.કે.લાલ ટ્રસ્ટ દ્વારા ચાંદી બજાર અને ડી.કે.વી. સર્કલના ૨૦૦ મીટરના વિસ્તારમાં સેવા ઉપલબ્ધ કરાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે મેયર પ્રતિભાબેન કનખરા, ડેપ્યુટી મેયર ભરતભાઇ મહેતા,જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, ધર્મરાજસિંહ જાડેજા, દિવ્યેશભાઇ અકબરી, તુલસીભાઇ ગજેરા, સુરેશભાઇ તન્ના સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

સ્વ. હરિદાસ જીવણદાસ લાલ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે સુવિધા

ડી.કે.વી સર્કલ, ચાંદી બજાર જેવા ગીચ વિસ્તારને ફ્રી વાઇફાઇ ઝોન

અન્ય સમાચારો પણ છે...