• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • પશુપાલનના વ્યવસાય માટે યુવા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

પશુપાલનના વ્યવસાય માટે યુવા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્રામ્યવિસ્તારોમાં બેરોજગારીનું પ્રમાણ વધતું જાય છે ત્યારે યુવાનો તેમજ વારસાગત પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા રહીને આજીવીકા રળી શકે છે અને ઘર બેઠા નિયમિત આવક મેળવી શકે છે. પશુપાલનનો વ્યવસાય નફાકારક વ્યવસાય છે ત્યારે ક્ષેત્રે રોજગારી મેળવવા વધુને વધુ યુવાનો આગળ અાવે તે જરૂરી છે. જે અનુસંધાને ભાટિયામાં રાષ્ટ્રીય ડેરી યોજના અંતર્ગત યુવા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

રાષ્ટ્રીય ડેરી યોજના અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમો યોજાઇ રહયા છે. જેમાં ભાટિયામાં યુવા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોને પશુપાલન અને દુધ વ્યવસાય ક્ષેત્રમાં યુવાનોની ભૂમિકા,અાર્થિક ઉપાર્જન દ્વારા રોજગારીનું સર્જન સમજાવી સ્વચ્છ દુધ ઉત્પાદન કેવી રીતે કરવું તેના પર અરશીભાઇ સોલંકી તથા કશ્યપભાઇ સોલંકીએ માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...