તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં પારો 35 ડિગ્રીએ થતાં આકરો તાપ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમાંગરમીનો પારો 35 ડિગ્રીએ પહોંચતા આકરો તાપ શરૂ થતા શહેરીજનો અકળાઇ ઉઠયા છે.એક દિવસમાં તાપમાનમાં 3.3 ડિગ્રીનો વધારો નોંધાયો છે.બપોરના સમયે ગરમીના કારણે માર્ગો પર લોકોની ચહલ પહલમાં ધટાડો જોવા મળ્યો છે.

છેલ્લા બે-ત્રણ દીવસથી મહતમ તાપમાન 31 ડિગ્રી આસપાસ નોંધાયું હતું.જયારે મંગળવારના મહતમ તાપમાનમાં એક દીવસમાં 3.3 ડીગ્રીનો વધારો થતા ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો.

છેલ્લાં પૂરા થતા 24 કલાક દરમિયાન મહતમ તાપમાન 35 ડીગ્રી અને ન્યૂનતમ તાપમાન 19 ડીગ્રી નોંધાયું હતું.જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80 ટકા અને પવનની ગતિ 10 થી 20 કીમી પ્રતિ કલાક રહી હતી.શહેરમાં ઉનાળાએ અસલ મિજાજ બતાવવાનું શરૂ કરતા આગામી દિવસોમાં ગરમી વધવાની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો