તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • એક દી’માં તાપમાનમાં 3.3 ડિગ્રીનો વધારો, માર્ગો પર ચહલ પહલમાં ઘટાડો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક દી’માં તાપમાનમાં 3.3 ડિગ્રીનો વધારો, માર્ગો પર ચહલ પહલમાં ઘટાડો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરશહેરની મધ્યમાં આવેલી આર.ટી.ઓ ઓફિસ હમેશા ચર્ચાના વિષયમાં અને વિવાદના વંટોળમાં ફસાતી હોય છે. હાલ છેલ્લા ઘણા સમયથી કચેરીમાં લોકોના કામ એજન્ટો વગર થતાં હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. ત્યારે દિવ્યભાસ્કર દ્વારા સ્થળ પર પહોચતા વાત સાચી સાબિત થતી જણાઈ હતી. શુક્રવારે આર.ટી.ઓ દ્વારા નવી સીરિઝ બહાર પાડવામાં આવી હતી તે સમયે ઘણા એવા લોકો હતા કે, જેમને પસંદગીના નંબર મળ્યા હતા. આથી અન્ય પસંદગીના નંબર મેળવવા ગયેલા જામનગરના ગોકુલધામ સોસાયટીમાં રહેતા નીરવભાઈ ગોધાણીએ પસંદગીનો નંબર જીજે-10-સીએમ-9500 બૂક માથી મેળવ્યો હતો, અને પોતાના એક્સેસ બાઇકના ફોર્મમાં તેનો સિક્કો લગાવી પૈસા ભરવા ગયા હતા. તે દરમિયાન કોઈ એજન્ટ દ્વારા નંબર પોતાને જોઈતો હોવાનું જણાવતા નંબરનો સિક્કો ત્યાં હાજર કર્મચારી દ્વારા એજન્ટના ફોર્મમાં લગાવી દેવામાં આવ્યો હતો અને પૈસા પણ ભરાવી દેવામાં આવ્યા હતા. જ્યારે નિરવભાઈને નંબર ચાલ્યો ગયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. આમ, એજન્ટોના સામ્રાજ્યથી ધમધમતી આર.ટી.ઓ કચેરીમાં અધિકારીઓ પણ એજન્ટોના કામને પ્રાથમિક્તા આપતા હોવાના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. લોકોના કામ સરળતાથી થાય તેવી માંગ ઉઠવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો