તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • દહેજની માગણી સાથે પુત્રીને ત્રાસની પિતાએ ફરિયાદ નોંધાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દહેજની માગણી સાથે પુત્રીને ત્રાસની પિતાએ ફરિયાદ નોંધાવી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરનજીકના ઠેબા ગામમાં રહેતા એક પરિવારની પુત્રીના લગ્ન રાજકોટ જિલ્લાના પડધરી ગામમાં રહેતા યુવાન સાથે કરવામાં આવ્યા હતા. દરમિયાન દહેજ ભૂખ્યા સાસરિયાંઑ દ્વારા પરિણીતાને દુ:ખ ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પિતાના ઘરે આવેલી પરિણીતાએ પિતાને પોતાના સાથે કરાયેલા અત્યાચારની વાત કરતાં પતિ સહિતના ચાર સાસરિયાઑ સામે વિધિવત ફરિયાદ નોંધાવાઇ હતી. જામનગરના ઠેબા ગામમાં રહેતા ખેતાભાઈ રામજેભાઈ વાઘેલા નામના વૃદ્ધની પુત્રી ભારતીબેનના લગ્ન પડધરીના વિસામણમાં રહેતા અશોકભાઈ બેચરભાઈ ડાંગર સાથે કરવામાં આવ્યા હતા. લગ્ન બાદ અશોકભાઈએ તથા માતા મંજુબેનએ તથા સસરા બેચરભાઈ, અને દિયર ચંદ્રેશભાઈ દ્વારા દુખ ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે પિયર માથી બાઇક લઈ આવવા માટે પણ દબાણ કરવામાં આવ્યું હતું અને ઢીકાપાટુનો મારમારવામાં આવ્યો હતો. પિતાના ઘરે આવેલા ભારતીબેન દ્વારા આપવીતી વર્ણવતા ચારેય સામે ગુનો નોધવવામાં આવ્યો હતો.

જામનગર | શહેરનીડો. એમ.એસ. ડાંગરની શ્રીજી ઓર્થોપેડીક હેાસ્પિટ એન્ડ કલીનીકમાં તા. 26ના સવારે 9 થી 1 દરમિયાન સર્વરોગ ફ્રી નિદાન અને સારવારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં ડોકટરો દ્વારા સારવાર કરી વિના મુલ્યે દવા વિતરણ કરવામાં આવશે. કેમ્પનો લાભ લેવા દર્દીઓને અનુરોધ કરવામાં આવ્યો છે. દર્દીઓએ એકસ-રે તથા જુના રીપોર્ટ સાથે રાખવાના રહેશે તથા નામ નોંધાવવા હોસ્પિટલનેા સંપર્ક કરવાે

સર્વરોગ ફ્રી નિદાન અને સારવારનો કેમ્પનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો