તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • જામનગરમાં24 માર્ચના ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોનો સ્થળ પસંદગી કેમ્પ યોજાશે.જેમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં24 માર્ચના ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોનો સ્થળ પસંદગી કેમ્પ યોજાશે.જેમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

જામનગરમાં24 માર્ચના ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોનો સ્થળ પસંદગી કેમ્પ યોજાશે.જેમાં ગણીત,વિજ્ઞાન,ભાષા,સામાજીક વિજ્ઞાનના શિક્ષકોનો સમાવેશ થાય છે.મનપાની શાળાઓમાં 27 અને જિલ્લાની સરકારી શાળાઓમાં 51 શિક્ષકોની નિમણૂંક થશે.

રાજયભરમાં તા.24/3/17ના ઉચ્ચતર માધ્યમિક એટલે કે, ધો.6 થી 8 ના શિક્ષકોના સ્થળ પસંદગી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી શાળાઓમાં ભરતી થનાર 27 શિક્ષકોનો સ્થળ પસંદગી કેમ્પ સવારે 10 વાગ્યાથી એસ.ટી.ડેપો સામે આવેલી સમિતિની દેવરાજ દેપાળ શાળામાં રાખવામાં આવ્યો છે.જેમાં ગણીતના 12,ભાષાના 7 અને સામાજીક વિજ્ઞાનના 8 શિક્ષકો શાળાની પસંદગી કરશે.

જયારે જામનગર જિલ્લા પંચાયત હસ્તકની સરકારી શાળાઓમાં ભરતી થનાર ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોનો સ્થળ પસંદગી કેમ્પ વુલનમીલ પ્રાથમિક શાળાઓમાં રાખવામાં આવ્યો છે.જેમાં ગુજરાતી માધ્યમમાં ગણીત-વિજ્ઞાનના 18,સામાજીક વિજ્ઞાનના 21,ભાષાના 8,હીન્દી માધ્યમમાં ભાષાના 2,સામાજીક વિજ્ઞાનના 2 અને ગણીત-વિજ્ઞાનના એક મળી કુલ 51 શિક્ષકો સ્થળ પસંદગી કરશે.51 શિક્ષકો માટે તેટલી શાળા સ્થળ પસંદગીમાં દર્શાવામાં આવશે.શિક્ષકોનો સ્થળ પસંદગી કેમ્પ સુચારુ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે તંત્ર દ્રારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીના અનુસંધાને નિયુક્તિના કિસ્સામાં હવે આચારસંહિતામાં કલેકટરની પૂર્વ મંજૂરી લઇ કાર્યવાહી

જામનગરજિલ્લામાં પણ રાજયની સાથે ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતા આચારસંહીતા અમલી બની છે.આથી જે ગામમાં આચારસંહીતા લાગુ પડતી હશે તે ગામની શાળામાં સ્થળ પસંદગી પ્રક્રીયામાં કલેકટરની પૂર્વ મંજૂરી મેળવી કાર્યવાહી કરવામાં આવશે.

મેરિટનાધોરણે સ્થળ પસંદગીથી આંતરિક સોદાબાજીની શકયતા, ઉમેદવારો અવનવા કીમિયા અજમાવે તેવી દહેશત

શિક્ષકોમાટે નિયુક્તિ માટેનો કેમ્પ મહત્ત્વનો બની રહે છે. પોતાને અનુરુપ સ્થળની પસંદગી માટે અનેક પ્રકારના કિમિયા અજમાવાતા હોય છે. વાસ્તવિક રીતે મેરીટના આધારે સ્થળ પસંદગી કેમ્પમાં જેમને ટકાવારી વધુ હોય તેમને સ્થળ પસંદગી કરવાનો પ્રથમ મોકો મળતો હોય મન ગમતી શાળા મેળવવા માટે ઉમેદવારો અવનવા કીમીયા અપનાવતા હોય છે. ત્યારે પસંદગીની શાળામાં જવા માટે ઉમેદવારો વચ્ચે આંતરિક સોદાબાજીની શકયતા પણ સૂત્રોએ વ્યકત કરી છે.

જામનગરમાં 24 માર્ચના શિક્ષકોનો સ્થળ પસંદગી કેમ્પ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો