તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • ઇચ્છાશક્તિના અભાવવાળી નેતાગીરીને કારણે ખંભાળિયામાં નદી ખાલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇચ્છાશક્તિના અભાવવાળી નેતાગીરીને કારણે ખંભાળિયામાં નદી ખાલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડેમની મરામત થતાં પાણી વેડફાયું


તાજેતરનાવરસાદમા ઘી નદી સંપુર્ણ ભરાઇ જવા પામી છે ત્યારે ઘી નદીની દિવાલો પર ત્રણ જગ્યાએ પાટીયાઓ બનાવવામા આવ્યા છે. જ્યાથી પાણીનો નિકાલ થાય છે ત્રણેય પાટીયાઓ ગાબડા પડ્યા હોવાથી પાટીયામાથી સતત પાણી લીકેજ થઈ રહ્યુ છે. બહોળા પ્રમાણમા પાણીનો સંગ્રહ કરતી ઘી નદી થોડા સમયમા ખાલી થઇ જશે તેવી લોકોમા ચિંતાની લાગણી પ્રસરી છે.

છેલ્લા બે વર્ષના દુષ્કાળને કારણે પ્રજા પાણી માટે વલખા મારી રહી છે ત્યારે પ્રશાસન દ્વારા પાણી અંગેનુ એક પણ આયોજન કરવામા આવ્યુ નથી. મહત્વની બાબત એછેકે જેમને પ્રીમોન્સુન કામગીરી આપવામા આવી હતી તેમને ગંભીરતા દાખવી નહી અને સુધરાઇએ જરૂરી દેખરેખ પણ રાખી નહી

સામાન્ય રીતે પ્રીમોન્સુન કામગીરી વખતે નદી અને ડેમના સ્ત્રાવ વિસ્તારમા ઝાડીઝાંખરા, પથ્થરો, ધૂળ, ઢોળાવ સહિતના અડચણ કેજે પાણીને આવતુ રોકતા હોય તેને દુર કરવાના હોય છે. કામગીરીને માટે સ્થાનીક સત્તામંડળ , રેવન્યુ, પીડબલ્યુડી, સિંચાઇ વગેરેએ ગંભીરતા લેવાની હોય છે. તેવી રીતે નદીનાળા ડેમમા અને ચેકડેમમા સંગ્રહીત થયેલુ પાણી બીનજરૂરી વેડફાય નહી તે માટે તીરાડો અને દરારો રીપેર કરવી, બીનજરૂરી કાઢ્યા મોટા થયા હોયતો તેને નાના કરવા નદીનાળા પાસે મોટા ચરેરા થયા હોય તો તે બુરી દેવા ગેરકાયદેસરા રીતે પાઇપલાઇન નખાઇ હોયકે બોર કુવા બનાવ્યા હોય તે હટાવવા સહીતની તમામ લગત સરકારી વિભાગોએ સંયુકત કામગીરી કરવાની હોય છે. જે ખંભાળીયાના ઘીડેમ અને ઘીનદીના કિસ્સામા કામ થયા નથી . માટે મહામુલુ પાણી વેડફાયુ છે.

ખંભાળિયામા ખામનાથ પાસે ઘીનદી પાસે સૈકાઓ જુનો ચેક ડેમ બનાવવામા આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમા પાણીના તળસાજા કરવા માટે આશિર્વાદરૂપ ડેમ છલકાઇ જવાથી રામનગર અને શકતિનગર સહિતના અનેક ગ્રામ્યવિસ્તારો તથા શહેરનુ વરસાદી પાણી એકત્ર થતા એક નાનાડેમ જેવડી વિશાળ જળરાશી અહી ખામનાથ મહાદેવથી રામનાથ મહાદેવના છેડા સુધી પાણીથી તરબતર જોવા મળી રહ્યુ છે. પાણીથી શહેરના 20 ટકા ડંકી, બોર , કુવા રિચાર્જ થતા હોય છે. તેમજ ખંભાળીયા પાલિકાને પણ લોકોને પાણી પુરૂ પાડવામા રાહત થતી હોય છે ઉપરાંત અહી 35 ટકા વિસ્તારને પાણી પુરૂ પાડતુ ફૂલવાડી વોટર વર્કસ પણ છે.

કામ મેળવવા માટે ત્રાગડા રચાયા અને બાદમાં આક્ષેપબાજી

ખંભાળીયાનીજીવાદોરી સમાન ઘીનદીની તમામ જરૂરી પ્રીમોન્સુન કામગીરીના કોન્ટ્રાક્ટ મેળવવામા અનેક ત્રાગડા રચાયા અને પોતાની ભુલ રાખવા કે સ્વચ્છ દર્શાવા માટે નિવેદનો કરીને બીજા પર દોષારોપણ કરવાના પણ ત્રાગડા કરાયા અને બાદમા ધાર્યુ કામ નથતા આક્ષેપબાજીની તાજેતરમા મૌસમ ખીલી છે.

પાણી વેડફાઇ જવાના મુદ્દે પાલિકા પ્રમુખ દ્વારા જાણવા મળ્યુ હતુકે ઘી નદી પરના પાજ ચેકડેમના પાટીયા જુના અને જર્જરીત થઇ ગયા છે. ચેકડેમની પાળી વર્ષો જુની હોવાથી અનેક જગ્યાએ ગાબડા અને તીરાડો પડી જવા પામી છે. તેથી પાળીના આગળના ભાગમા નવી પાળી બનાવીને ચેકડેમ ને નવો બનાવવાનો આદર્શ પ્લાનની રજુઆત કરવામા આવી હતી. વારંવાર જિલ્લા તંત્રને રજુઆત કરવા છતા પણ તંત્રએ માટે મંજુરી આપતા કાર્ય થઇ શક્યુ નથી. અને દરરોજનુ અમુલ્ય અને લાખો ગેલન તંત્રની સામેજ વેડફાઇ રહ્યુ છે.

ખંભાળિયાના પદાધિકારીઓ આક્ષેપ કરવામાં નવરા થતાં નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો