તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • ઝેરી જનાવર કરડી જતાં વરવાળાના વૃધ્ધાનું મૃત્યુ થયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝેરી જનાવર કરડી જતાં વરવાળાના વૃધ્ધાનું મૃત્યુ થયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેવભૂમિદ્વારકા િજલ્લામાં વધુ બે અપમૃત્યુના બનાવ નોંધાયા છે જેમાં વરવાળાના વૃધ્ધાને ઝેરી જનાવર કરડી જતાં મૃત્યુ નિપજયું હતું જયારે વીજ શોક લાગતા કલ્યાણપુરના પ્રૌઢનું મૃત્યુ નિપજયું હોવાનું સામે આવતા બન્ને બનાવો અંગે લગત પોલીસ સ્ટેશનમાં જાણ કરાઇ હતી.

ઓખા મંડળના વરવાળા ખાતે રહેતા ખતીજાબેન નાથાભાઇ ઓંધીયા નામના 70 વર્ષના માજોઠી કુંભાર વૃધ્ધા રાત્રીનાા સમયે તેણીના ઘરે હતા ત્યારે તેમને ઝેરી જીવજંતુ કરડી જતા વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જયાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજયું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર શબીરભાઇ નાથાભાઇ ઓંધીયાએ પોલીસને જાણ કરી છે. જયારે અન્ય બનાવમાં કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામે રહેતા કરણભાઇ ફોગાભાઇ ગોજીયા નામના 55 વર્ષના આહેર પ્રૌઢ પોતાની વાડીએ નિંદામણનું કામ કરતા હતા ત્યારે સ્થળે રહેલા વિજપોલના અર્થીગ વાયરને અડકી જતાં જોરદાર વીજ કરંટ લાગવાથી તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જયાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો