શાસ્ત્રી સ્વામીનો દેહ પંચમહાભૂતમાં વિલીન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામજોધપુરસ્વામિનારાયણ મંદિરના અક્ષર નિવાસી મહંત શાસ્ત્રી સ્વામીનો નશ્વરદેહ શનિવારના પંચમહાભૂતમાં વિલીન થયો હતો. સદગતની પાલખીયાત્રામાં સંતો-મહંતોની સાથે બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. વેપારી અને દુકાનદારોએ અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખી શોકની લાગણી વ્યકત કરી હતી. જામજોધપુર સ્વામિનારાપણ મંદિરના શાસ્ત્રી સ્વામી ભગવતચરણદાસજી મહારાજ શુક્રવારે સવારે 5 વાગ્યે અક્ષર નિવાસી થયા હતાં.આથી ભાવિકો અને સંતો-મહંતોમાં આધાત સાથે ભારે શોકની લાગણી ફેલાઇ છે.સદગત શાસ્ત્રી સ્વામીની પાલખી યાત્રા શનિવારે સવારે નીકળી હતી. અબીલ ગુલાલની છોળો અને બેન્ડવાજા સાથે નીકળેલી પાલખીયાત્રામાં બહોળી સંખ્યામાં હરિભકતો તથા બહારથી આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલના મુખ્ય કોઠારી સ્વામી સંત ધનશ્યામદાસજી,ચેરમેન દેવપ્રકાજી સ્વામી, જેતપુરના નીલકંઠ ચરણદાસજી, જુનાગઢના દેવનંદદાસજી સ્વામી, જામનગરના ગોવિંદપ્રસાદજી સ્વામી, ખીરસરના શાસ્ત્રી સ્વામી નારાયણદાસજી, રાજકોટના હરિવલ્લભ સ્વામી, ગોંડલના પુરુષોત્તમપ્રકાશદાસજી સ્વામી સહિતના સંતો-મહંતો, વિવિધ ધાર્મિક સંસ્થાઓના વડાઓ,રાજકીય આગોવાનો ભારે હૃદયે જોડાયા હતાં અને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતાં.

પાલખીયાત્રા બાદ શાસ્ત્રોકત વિધિથી અક્ષરનિવાસી શાસ્ત્રી સ્વામીના અંતિમ સંસ્કાર કરાતા સ્વામીજીનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વીલીન થયો હતો.

અન્ય સમાચારો પણ છે...