તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • ધો.12માં આંકડાશાસ્ત્ર અને કેમિસ્ટ્રીનું પેપર સરળ નીકળ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો.12માં આંકડાશાસ્ત્ર અને કેમિસ્ટ્રીનું પેપર સરળ નીકળ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરશહેર-જિલ્લામાં બોર્ડની પરીક્ષાના ત્રીજા દિવસે કુલ 591 છાત્રો ગેરહાજર રહ્યા હતાં.ધો.10માં વિજ્ઞાન-ટેક્નોલોજીનું પેપર એકંદરે અઘરું રહ્યું હતું.ધો.12માં આંકડાશાસ્ત્ર અને કેમિસ્ટ્રીનું પેપર ટેકસબુક આધારિત અને સરળ રહયું હોવાનું શિક્ષકો અને પરીક્ષાર્થીઓએ જણાવ્યું હતું.પરીક્ષાના ત્રીજા દીવસે પણ કોઇ કોપી કેસ નોંધાયો હતો.

શુક્રવારે પરીક્ષાના ત્રીજા દીવસે ધો.10માં વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર લેવાયું હતું .જેમાં કુલ 20379 છાત્રોમાંથી 19975એ પરીક્ષા આપી હતીજયારે 404 છાત્રો ગેરહાજર રહ્યા હતાં. વિજ્ઞાન અને ટેક્નોલોજીનું પેપર એકદંરે અઘરું હોવાનો મત વિષય શિક્ષકો અને પરીક્ષાર્થીઓએ વ્યકત કર્યો હતો.જયારે ધો.12 સામાન્ય પ્રવાહમાં આંકડા શાસ્ત્રની પરીક્ષા લેવાઇ હતી.જેમાં કુલ 6064માંથી 5942 છાત્રો હાજર રહયા હતાં. જયારે 122 છાત્રોએ પરીક્ષા આપી હતી.જયારે વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાનનું પેપર છાત્રોએ આપ્યું હતું. જેમાં કુલ 2386 માંથી 65 છાત્રો ગેરહાજર રહ્યા હતાં.જયારે 2321 છાત્રોએ પરીક્ષા આપી હતી.આંકડા શાસ્ત્ર અને રસાયણ વિજ્ઞાનનું પેપર ટેકસબુક આધારિત સરળ રહેતા છાત્રોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

બોર્ડની પરીક્ષાના ત્રીજા દીવસે જામનગર અને દ્રારકા જિલ્લામાં એકપણ કોપી કેસ નોંધાતા તંત્રે રાહતનો દમ લીધો હતો.શનિવારે ધો.12 સામાન્ય પ્રવાહમાં સેક્રેટરીયલ પ્રેકટીસ અને વાણીજય વ્યવહાર તથા ભૂગોળની પેપર લેવાશે.જયારે સોમવારના ધો.10માં ગણીત અને ધો.12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર અને વિજ્ઞાન પ્રવાહમાં ગણીતની પરીક્ષા લેવાશે.

પરીક્ષાના ત્રીજા દિવસે કુલ 591 છાત્રો ગેરહાજર રહ્યાં

ધોરણ10માં વિજ્ઞાનનું પેપર એકંદરે અઘરું રહ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો