તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • જામનગર દ્વારકા જિલ્લાના 5085 ગ્રાહકોના વીજ જોડાણ કપાત થયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર-દ્વારકા જિલ્લાના 5085 ગ્રાહકોના વીજ જોડાણ કપાત થયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરઅને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે વીજ ગ્રાહકો દ્વારા લાંબા સમયથી બિલ ભરવામાં આવ્યા નથી તેના પર વીજતંત્ર દ્વારા તવાઇ શરૂ કરવામાં આવી છે. વીજતંત્ર દ્વારા બંને જિલ્લાના 5085 વીજ કનેક્શનો કાપી નાખવામાં આવ્યા છે અને આગામી દિવોસમાં પણ કામગીરી વધુ અસરકારક બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

અધિક્ષક ઇજનેરે જણાવ્યું હતું કે, જિલ્લાના જે વીજ ગ્રાહકોના વીજબિલ બાકી હોય તેમની સામે બિલ વસૂલવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વીજબિલ નહીં ચૂકવનાર ગ્રાહકના વીજ જોડાણ કાપી નાખવા માટે મોટી સંખ્યામાં ટીમ બનાવવામાં આવી છે.

માર્ચ મહિનામાં 18327 જેટલા બાકીદાર ગ્રાહકો સામે વીજબિલના નાણાંની વસૂલાત અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી, જે પૈકી 13242 ગ્રાહકોએ બાકી બિલ ચૂકવી દીધા હતા, પરંતુ બિલની રકમ નહીં ચૂકવનાર 5085 ગ્રાહકોના વીજજોડાણ કાપી નાખવામાં આવ્યા છે.

વીજબિલ નહીં ભરનાર ગ્રાહકો પર વીજતંત્રની તવાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો