તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • ડેલ્ટામાં છાત્રને ઢોરમારના વિરોધમાં પૂતળાં દહન થયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેલ્ટામાં છાત્રને ઢોરમારના વિરોધમાં પૂતળાં દહન થયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધ્રોલનજીક આવેલી ડેલ્ટા શાળામાં છાત્રને ઢોરમાર મારવાના બનાવના વિરોધમાં એનએસયુઆઇએ પૂતળાં દહન કર્યું હતું. મામલે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પાઠવી તમામ કસુરવાર શિક્ષકોને ડીસમીસ કરવાની માંગ કરી જો તાકીદે પગલાં નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

આવેદનમાં જણાવ્યું છે કે, ડેલ્ટા શાળાના 6 શિક્ષકો કોઇ માફીયા હોય તે રીતે છાત્ર પર સ્ટમ્પ, લાકડી વડે તૂટી પડયા હતાં.આથી શિક્ષકોને સસ્પેન્ડ નહી તાકીદે ડીસમીસ કરવા જોઇએ.આટલું નહી શિક્ષકો ભવિષ્યમાં અન્ય કોઇ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાય તેવા આકરાં પગલાં લેવા જોઇએ. ઉપરાંત શાળા સામે પણ મામલે આકરી કાર્યવાહી કરવી જરૂરી છે. આથી જો સંસ્થા અને શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દીવસોમાં એનએસયુઆઇ અને યુવક કોગ્રેસ જિલ્લા શિક્ષણાધીકારી કચેરી સામે ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. કાર્યક્રમમાં મહીપાલસિંહ જાડેજા સહીત કાર્યકરો જોડાયા હતાં.

સસ્પેન્ડ નહીં તમામ શિક્ષકોને ડિસમિસ કરવા માગ, ઉગ્ર આંદોલનની ચીમકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો