તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • મુશ્કેલી | પ્રથમ દિવસે 119 નંબર વેચાયા, રૂ.6.40 લાખની આવક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી | પ્રથમ દિવસે 119 નંબર વેચાયા, રૂ.6.40 લાખની આવક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમાંઆર.ટી.ઓ દ્વારા હાલ શુક્રવારે ટુ વ્હિલની નવી સિરિઝ બહાર પાડવામાં આવી હતી. તેમજ સિરિઝમાં પસંદગીના નંબર મેળવવા માટે અગાઉથી મંગાવેલા ટેન્ડરો ખોલવામાં આવ્યા હતા.

નવી જીજે-10-સીએમ-1 નંબર રૂ.9999માં વેચાયો હતો. પ્રથમ દિવસે કુલ 119 નંબર વેચાતા આર.ટી.ઑને કુલ રૂ.6.40 લાખની આવક થઈ હતી. જામનગર આર.ટી.ઑ દ્વારા સમયાંતરે ટુ-વ્હિલ અને ફોર-વ્હિલ માટે નવી સિરિઝ બહાર પાડવામાં આવતી હોય છે. ત્યારે થોડો સમય પહેલા ટુ-વ્હિલની નવી સિરિઝ માટે ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા. ટેન્ડરો શુક્રવારે આર.ટી.ઓ જાડેજા દ્વારા જાહેરમાં ખોલવામાં આવ્યા હતા. જેમાં સૌથી મોંઘો જીજે-10-સીએમ-1 નંબર વેચાયો હતો.

દિનેશકુમાર એસ કુશવા નામના યુવાને 99,999 રૂપિયા ભરી નંબર મેળવ્યો હતો. તેના બાદ જીજે-10-સીએમ-1111 નંબર લખધીરસિંહ આર જાડેજાએ રૂ.45000માં ખરીદ્યો હતો. આમ પ્રથમ દિવસે કુલ 119 નંબર વેચાયા હતા જેમાં આર.ટી.ઑને રૂ. 6.40 લાખની આવક થઈ હતી.

14 ગોલ્ડન નંબરોમાં 3.20 લાખની આવક થઈ

જામનગરઆર.ટી.ઓને ગોલ્ડન સિરિઝના 14 નંબરો માંથી 3.20 લાખની આવક થઈ હતી. જેમાં 1 નંબર 9999, 5 નંબર 15575, 7 નંબર 21786, 9 નંબર 15999, 11 નંબર 11786, 99 નંબર 10999, 111 નંબર 22067, 777 નંબર 15786, 786 નંબર 20786, 1111 નંબર 45000, 2222 નંબર 7661, 4444 નંબર 14500, 7777 નંબર 5777, 9999 નંબર 12500માં વેચાયો હતો.

જામનગરમાં ટુ વ્હિલર વાહનોની નવી સિરિઝનો 1 નંબર 1 લાખમાં વેચાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો