તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં ચોરાઉ બાઈક સાથે ત્રિપુટીને ઝડપી લેવાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમાંચોરાઉ બાઇક સાથે ત્રણ શખ્સ નીકળવાના હોવાની બાતમીના આધારે પોલીસે વોંચ ગોઠવી ચોરાઉ એક્ટિવા સાથે ત્રણ શખ્સોને દબોચી લીધા હતા, ત્યારે શખ્સોની આગવી ઢબે પૂછપરછ કરતાં તેમાંના એક શખ્સે પોતાને પત્નીના ભરણપોષણની રકમ ચુકવવાની હોય તેના માટે બાઈક ચોરીના રવાડે ચડયો હોવાની કબૂલાત આપી હતી. જ્યારે તેના બે સાગરીતે શોર્ટકટમાં પૈસાદાર થવાની લાલચે ચોરીનો માર્ગ અપનાવ્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસે વધુ બાઇક ચોરી કરવા શખ્સોને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી હતી.

પોલીસને બાતમી મળી હતી કે ત્રણ શખ્સ એક ચોરાઉ સ્કૂટર સાથે નીકળ્યા છે. જીજે-1૦-સીએચ 3227 નંબરનું એક્ટિવા સ્કૂટર લઈને નીકળેલા ગોકુલનગરના રહેવાસી અશોક ભરતભાઈ આરઠિયા ઉર્ફે ઘોઘા કોળી, જીજ્ઞેશ હંસરાજભાઈ મઘોડિયા તથા સાગર વિજયભાઈ પ્રજાપતિ નામના ત્રણ શખ્સોને પોલીસે રોકી તેઓની પૂછપરછ કરતા શખ્સોએ ઉપરોક્ત સ્કૂટર ડિવિઝન પોલીસના વિસ્તારમાંથી ઉઠાવ્યાની કબૂલાત આપી હતી. શખ્સોને પલીસ સ્ટેશન ખસેડાયા પછી હાથ ધરાયેલી ઘનિષ્ઠ પૂછપરછમાં આરોપી અશોક ઉર્ફે ઘોઘા કોળીએ વટાણા વેરતા જણાવ્યું હતું કે, શખ્સ સામે તેની પત્નીએ ભરણપોષણ મેળવવા અદાલતમાં અરજી કરી હોય અને તે રકમ ભરવાની થતી હોય તે રકમની ઉપજ કરવા અશોકે વાહન ચોરીનો માર્ગ અપનાવ્યો હતો. જ્યારે તેના બે સાગરિત જીજ્ઞેશ અને સાગર પ્રજાપતિએ જલદી પૈસાદાર બની જવા શોર્ટકટ અપનાવ્યો હોવાનું કબૂલ્યું હતું.

શોર્ટકટમાં પૈસાદાર થવાની લાલચથી આચરતા કારસ્તાન

પત્નીના ભરણપોષણ માટે ચોરી કરતાં હોવાનું કબૂલ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો