તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્વારકા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દ્વારકાજિલ્લાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 17મીના સવારે 11 વાગ્યે કલેક્ટર એચ. કે. પટેલનાં અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખંભાળીયાના સભાખંડમાં મળી હતી.

કલેક્ટર પટેલે જિલ્લા પંચાયત પ્રમુખ મીતલબેન ગોરીયા દ્વારા રજુ થયેલા પ્રશ્રોની જુદાં જુદાં ખાતા, કચેરીઓના લગત અધિકારીઓને તેમને લગત કામગીરી અંગે ચર્ચા વિચારણા કરી કામગીરી સત્વરે પૂર્ણ કરવા જરૂરી સૂચનો આપ્યા હતાં.કલેકટર એચ.કે.પટેલે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિના મુદા જેવા કે લોકો તરફથી મળેલ અરજીઓનો નિકાલ, નાગરિક અધિકાર પત્ર હેઠળ મળેલ અરજીઓનો સત્વરે નિકાલ કરવા સૂચનાઓ આપી હતી તેમણે કચેરી હસ્તકનાં અવેઇટ કેસો-પડતર તુમારો, પેન્‍શન કેસો, ખાતાકીય કેસો, બાકી રહેતા સરકારી લ્હેણા વગેરે વિશે ચર્ચા કરી લગત અધિકારીઓને તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવા જણાવાયું હતું.

બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મિતલબેન ગોરીયા, જિલ્લા વિકાસ અધિકારી રાવલ, પ્રાંત અધિકારી ઝણકાંત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વસ્તાણી, નાયબ પોલીસ અધિક્ષક ગોહિલ તેમજ જુદા જુદા ખાતા, કચેરીઓના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતા.

કલેક્ટર પટેલ લગત અધિકારીઓ સાથે િવશદ ચર્ચા વિચારણા કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો