તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • જામનગરના ચર્ચિત દુષ્કર્મના કેસમાં 100થી વધુ લોકોની પૂછપરછ કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરના ચર્ચિત દુષ્કર્મના કેસમાં 100થી વધુ લોકોની પૂછપરછ કરાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરનાલાલવાડી વિસ્તારમાં સોમવારની રાત્રે સૂતેલા પરપ્રાંતીય દંપતી પર બે અજાણ્યા શખ્સોએ ધોકા વડે હુમલો કરી દંપતી પૈકીના પતિને મારમારી ભગાડી દીધા પછી મહિલાને નજીકમાં આવેલા એક ખેતરમાં લઈ જઈ તેણી પર દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ સામે આવ્યો હતો.

જે અંગે ડિવિઝનમાં પોલીસ ફરિયાદ થયા બાદ ગુનાના ડિટેક્શન માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એલસીબીએ પણ ઝંપલાવ્યું હતું. હાલ જુદી-જુદી પાંચ ટુકડીઓ દ્વારા જુદી-જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ઘટનાની આસપાસના તમામ વિસ્તારોને તપાસવામાં આવ્યા હતા. જ્યારે 100થી વધુ લોકોની પૂછપરછ હાથ ધરાઇ હતી. જ્યારે દુષ્કર્મ કેસમાં લાંબાવાળવાળો એક શખ્સ પણ સામેલ હોવાનું જણાવવામાં આવતા પોલીસે લાંબાવાળ વાળા પણ 15થી વધુ લોકોને મહિલા સમક્ષ લઈ આવવામાં આવ્યા હતા.

પોલીસ માટે પડકાર રૂપ બનાવમાં જિલ્લા પોલીસવડા દ્વારા તપાસમાં ડિવિઝનના પીઆઈ કે.આર. સકસેના સાથે એલસીબીના પીઆઈ કે.જી. ઝાલાને પણ જોડાઈ જવા સૂચના આપતા બન્ને પોલીસ અધિકારીઓ દ્વારા કુલ પાંચ ટૂકડીઓની રચના કરી હતી.

ટૂકડીઓ બનાવમાં સંડોવાયેલા આરોપીઓની શોધખોળમાં લાગી છે ત્યારે અગાઉ પ્રકારના કૃત્ય આચરી જનાર ગુનેગારોની પણ પૂછપરછ પણ આરંભવામાં આવી છે. જ્યારે મહિલા દ્વારા ચાંદીનો ચેઇન અને સાંકળા પણ લૂંટી લીધા હોવાનું ફરિયાદમાં જણાવ્યુ હતું ત્યારે ઘટનાની આસપાસના તમામ વિસ્તારોને તપાસવામાં આવ્યા હતા. જ્યારે 100થી વધુ લોકોની પૂછપરછ હાથ ધરાઇ હતી.

જ્યારે દુષ્કર્મ કેસમાં લાંબાવાળવારો એક શખ્સ પણ સામેલ હોવાનું જણાવવામાં આવતા પોલીસે લાંબાવાળ વારા પણ 15થી વધુ લોકોને મહિલા સમક્ષ લઈ આવ્યાં હતા. ઓળખ પરેડમાં મહિલાએ કોને ઓળખી બતાવ્યા કે કેમ તેની વિગતો પોલીસ હવે પછી જાહેર કરશે.

લાંબા વાળવાળા તમામને મહિલા સમક્ષ ઓળખ માટે લઈ આવવામાં આવ્યા

આસપાસના તમામ વિસ્તારની સઘન તપાસણી હાથ ધરવામાં અાવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો