તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાનાખડબા-વાવડી વચ્ચે ડામરના કામમાં ભ્રષ્ટાચાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લાલપુરનાનાનાખડબાથી વાવડી વચ્ચે ચાલી રહેલા ડામર રોડમાં ભ્રષ્ટાચાર હોવાનું ચાલી રહ્યું છે તેમ પદુભા જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું છે. ડામર રોડની સ્થળ તપાસ અધિકારીઓ દ્વારા કરવામાં અાવે તો ચાલી રહેલી કામગીરીની ગુણવતા ચકાસી શકાય અને એજન્સી સામે આકરા પગલા ભરી બ્લેકલિસ્ટ કરવાની માગણી કરવામાં આવી છે.

લાલપુરના નાનાખડબાથી વાવડી સુધી ડામર રોડના કામમાં મસમોટા ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે. ડિસ્ટ્રીકટ જામનગર એજન્સી રોડનું કામ કરી રહી છે. એજન્સીએ જાહેરમાં ગોચરના ખરાબામાં તથા ખેડુતોના શેઢાપાળામાં થી મેટલ ઉપાડીને રોડના કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે. કોઇપણ જાતની લીઝ કે પરવાનગી વગર માટી ઉપાડી અને મેટલ કામ કરવામાં આવી રહ્યું છે.

અગાઉ રજૂઆત છતાં કોઇ જાતના પગલા લેવાયા નથી. અંગે તાલુકા પંચાયતના પ્રમુખ અને લાલપુર તાલુકાના કોંગ્રેસના મહામંત્રી પદુભા જાડેજાએ જણાવ્યું હતું કે,આ એજન્સી આવી રીતે કામ કરતી હોવા છતાં તેના પર પગલા લેવાતા નથી અને સ્થળ તપાસ પણ કરાઇ નથી.

રોડની સ્થળ તપાસ કરી કામની ગુણવત્તા ચકાસવા લોકની માગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો