તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રોલ-કાલાવડના માર્ગોે રિકાર્પેટિંગ કરવા માગ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધ્રોલ-જોડિયાતથા કાલાવડ તાલુકાના 7 વર્ષથી રિકાર્પેટ નહીં થયેલા બિસમાર માર્ગોને તાકિદે રિકાર્પેટ કરવા જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે રાજ્યના માર્ગ અને મકાન ખાતાના મંત્રી નીતિનભાઇ પટેલ સમક્ષ રજૂઆત કરી હતી. રાઘવજીભાઇએ જણાવ્યું હતું કે, ધ્રોલ તાલુકાના માવાપર ટુ એસ.એચ. રોડને રિસરફેસિંગ તથા નાળાકામ તથા સ્લેબડેઇન કામ, મોટા વાગુદડના પેટાપરા, પટેલ પરા ટુ જોઇન મોટાવાગુદડ રોડ, સુધાઘુના-ધરમપુર રોડને રિસરફેસિંગ તથા નાળાકામ કરવા જરૂરી છે.

જોડિયા તાલુકાના બાલંભા-મોરાણારોડ રિસરફેસિંગ તથા નાળાકામ. પીઠળ, બોડકા, જીરાગઢ, માધાપર, શામપર રોડ, પીઠડ બોડકા રોડને રીસરફેસીંગ તથા નાળાકામ અને 500 મીટર નવો રોડ બનાવવામાં આવે તો તાલુકાના લોકોની અનેક મુશ્કેલીનો અંત આવી શકે. ઉપરાંત કાલાવડ તાલુકાના ગલપાદર, સાવલી, મોરવાડી રોડ અને એમ.ડી.આર. ટુ ગુંદા-માખાક રોડને રિસરફેસિંગ અને નાળાકામની જરૂરિયાત છે. ધ્રોલના જાયવા, નાનાવાગુદડ, ભેંસદડ રોડ અને કાલાવડના નિકાવા-પીપર રોડને વાઇડિંગ તથા સ્ટેન્ધનિંગ કરી માર્ગો પહોળા કરવાની આવશક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો