તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • જામનગરની પાંચ ટાઉનશિપને કેશલેસ કરવા બેઠક બોલાવાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરની પાંચ ટાઉનશિપને કેશલેસ કરવા બેઠક બોલાવાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટાઉનશિપોમાં કેશલેસ વહીવટ કરવા પર ભાર મુકાયો

જામનગરજિલ્લામાં રિલાયન્સ, એસ્સાર, ડી.સી.સી. સિમેન્ટ, ટી.પી.એસ. સિક્કા, જી.એસ.એફ.સી., પાંચ ટાઉનશિપોમાં સંપૂર્ણ પણે કેશલેસ વહીવટ થાય તે માટે કલેકટર કચેરીના સભાખંડમાં કલેક્ટર આર.જે.માકડિયાના અધ્યક્ષ સ્થાને એક બેઠકનું આયોજન કરાયું હતું. બેઠકમાં કલેક્ટર આર.જે.માકડિયાએ જિલ્લામાં આવેલ પાંચ ટાઉનશિપોને સંપૂર્ણ પણે કેશલેસ કરવા જરૂરી સુચનો કરતા જણાવ્યું કે, જે તે ટાઉનશિપના જવાબદાર વહીવટદારને ટકોર કરતા ઉમેર્યું કે, કામગીરી તાકીદની અસરથી પૂર્ણ કરવા અને સરકાર પણ કેશલેસ વ્યવહારો કરવા અનુરોધ કરતા હોય તેમને વધુમાં વધુ પ્રમાણમાં સાથ આપવા તથા ટાઉનશિપમાં થતા રોજબરોજના કેશલેસ વ્યવહારોનો દૈનિક રિપોર્ટ ટાઉનશિપના વહીવટદારોએ તૈયાર કરી કલેક્ટર કચેરીમાં એક નકલ આપવા પણ સૂચન કર્યું હતું.

કલેક્ટરે જણાવ્યું કે, જિલ્લાની જીએનએફસી ટાઉનશિપ તેમજ ગ્રામ્ય વિસ્તારો જો કેશલેસ વહીવટ કરતા હોય ત્યારે અન્ય ટાઉનશિપો ઝડપથી કેશલેસ વહિવટ કરતી થાય તેવું નક્કર આયોજન ઘડવી જરૂરી છે.

ઉપરોકત પાંચ ટાઉનશિપો પૈકી પ્રથમ ત્રણ કંપનીઓના સિનિયર અધિકારીઓએ તા. 18મીએ રીલાયન્સ તથા એસ્સાર, તા. 20ના રોજ ટીપીએસ સિક્કાએ 100 ટકા કેશલેસ વહિવટ પુર્ણ કરવામાં આવશે તે અંગે કલેકટરને ખાત્રી આપી હતી.

કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મિટિંગનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો