તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર જિલ્લાની ગ્રા.પં.ની ચૂંટણી જાહેર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરજિલ્લાની ગ્રામપંચાયતોની તા.8 એપ્રિલમાં ચૂંટણી યોજવા જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જામનગર દ્વારા કાર્યક્રમ જાહેર કરાયા છે. જેમાં જુદી-જુદી તારીખોનો સમાવેશ કરાયો છે.

જે અંતર્ગત ચૂંટણીની નોટિસો, જાહેરનામા પ્રસિધ્ધ કરવાની તા.18, ચૂંટણી અધિકારીએ ચૂંટણી નોટિસ પ્રસિધ્ધ કરવાની તા.18, ઉમેદવારીપત્રો રજુ કરવાની છેલ્‍લી તારીખ તા.23, ઉમેદવારીપત્રોની ચકાસણીની તા.24, ઉમેદવારી પરત ખેંચવાની તા. 25, મતદાનની તા. 8 અેપ્રિલ, શનિવાર સવારના 8 થી સાંજના 5 દરમિયાન રહેશે. જરૂરી જણાય તો પુનઃમતદાનની તા. 10 એપ્રિલ, મતગણતરીની તા.11 એપ્રિલ રાખવામાં આવી છે.

ગ્રામ પંચાયતોની ચૂંટણી હેઠળના વિસ્‍તારોમાં તા.14ના ચૂંટણીઓની જાહેરાતથી આદર્શ ચૂંટણી આચારસંહિતા અમલમાં આવી જશે. ચૂંટણી ઉમેદવારે ઉમેદવારીપત્ર સાથે પોતાના ગુન્હાહિત ઈતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલકત અને દેવા બાબતનું એકરારનામું ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાના રહેશે.

ચૂંટણીમાં મતદાન સમયે, મતદારે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ ઓળખપત્ર રજુ કરવાનું રહેશે પરંતુ વાજબી કારણોસર રજૂ કરી શકે તેમ હોય તો, સબંધિત મતદારની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે મતદાર, રાજય ચૂંટણી આયોગના તા.26 નવેમ્બર 2016ના આદેશથી નિયત કરેલ જુદા-જુદા ફોટાવાળા દસ્‍તાવેજો પૈકી એક દસ્‍તાવેજ રજુ કરી શકશે. ચૂંટણી માટેનો મતદાનનો સમય સવારના 8 થી સાંજના 5 નક્કી કરાયો છે. ગ્રા.પં.ની ઇવીએમના ઉપયોગથી મતદાન લેવાશે. કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને નિર્ભય રીતે મતદારો મતદાન કરી શકે તે અંગે પુરતો પોલીસ બંદોબસ્ત પણ સુનિશ્ચિત કરવામાં આવેલ છે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા જણાવાયું છે.

8મી એપ્રિલે મતદારો ઇવીએમની મદદથી મતદાન કરી પ્રતિનિધિ ચૂંટી કાઢશે

કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે અંગેની પૂરતી કાળજી અને સાવધાની રખાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો