તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એફએચડબલ્યુની ભરતીમાં માર્કના ઊંચા કટ ઓફથી રોષ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્ય પંચાયત સેવા પસંદગી મંડળને આવેદન

જામનગરજિલ્લામાં એફએચડબલ્યુની ભરતીમાં માર્કના ઊંચા કટ ઓફ રેશિયાથી રોષે ભરાયેલા ઉમેદવારોએ અન્યાયના આક્ષેપ સાથે ડેપ્યુટી ડીડીઓ મારફત રાજ્ય પંચાયત સેવા પસંદગી મંડળને આવેદનપત્ર પાઠવ્યું છે.

જામનગર જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના અધ્યક્ષના નેજા હેઠળ પાઠવેલા આવેદનપત્રમાં ઉમેદવારોએ જણાવ્યું છે કે, તાજેતરમાં રાજ્યભરમાં રાજ્ય પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ફીમેલ હેલ્થ વર્કરની ભરતી પ્રકીયા કરવમાં આવી તેમાં માર્કમાં અલગ અલગ કટ ઓફ રેશીયો રાખી ઉમેદવારોને અન્યાય રાખ્યો છે.અમરેલી અને કચ્છ જિલ્લામાં 15 માર્કનો કટ ઓફ રેશીયો રાખવામાં આવ્યો છે.જે અમુક ઉમેદવારોને લાભ પહોંચાડવાના આશયથી રાખવામાં આવ્યાનો આક્ષેપ કરાયો છે.આજ રીતે રાજકોટ તેમજ અન્ય જિલ્લામાં પણ કટ ઓફ રેશીયો નીચો રાખ્યો છે.

એકમાત્ર જામનગર જિલ્લામાં ઇરાદાપૂર્વક કનડગત કરવાના હેતુથી કટ ઓફ રેશીયો ઉંચો રાખ્યો છે.આથી જિલ્લામાં કુલ 66 જગ્યાની મંજૂર જગ્યા સામે 43 એફએચડબલ્યુની ભરતી કરી શકાય તેમ છે.

જામનગર જિલ્લાના ઉમેદવારોને અન્યાય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો