તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુસાફરને લૂંટી લેનાર બે શખ્સની ધરપકડ કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરનારેલવે સ્ટેશન પર ગત તા.22 સપ્ટેમ્બરના રાત્રિના ત્રણેક વાગ્યે ટ્રેનમાં આવેલા મૂળ પોરબંદરના રહેવાસી દયાળભાઈ શામજીભાઈ પાટરેશા અને અજીત નામના યુવાનો રેલવે સ્ટેશન પરથી રિક્ષા ભાડે કરી મોટી ખાવડી તરફ જવા માટે રવાના થયા ત્યારે રિક્ષામાં રહેલા તેના ચાલક સહિતના ત્રણેક શખ્સોએ દિગજામ સર્કલ પાસે રિક્ષા ઊભી રાખી દયાળભાઈને માર મારી રોકડા રૂપિયા 200 રોકડા તથા મોબાઇલ ફોનની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. કેસની તપાસ ખાનગી રાહે એલસીબીએ આરંભી હતી.

તે દરમિયાન એલસીબીના સ્ટાફને બાતમી મળતા તેમના દ્વારા જીજે-10-ટીવી-7137 નંબરની રિક્ષામાં લૂંટ ચલાવનાર શખ્સ બેડીના જાવિદ સલિમ ઉર્ફે ડાડા સીદી બાદશાહ, ગગા ઇબ્રાહિમ ઉર્ફે જૂસબ વાઘેર નામના ત્રણ પૈકીના બે શખ્સો સમર્પણ હોસ્પિટલ સર્કલ પાસે આવ્યા છે.

બાતમીના આધારે વોચમાં ગોઠવાયેલા એલસીબી સ્ટાફે ઉપરોક્ત બંને આરોપીઑની અટકાયત કરી ત્રીજા આરોપીઓની પૂછપરછ કરતાં તેનું નામ ઓસ્માણ ઉર્ફે બાપુડી હોવાનું ખૂલ્યું હતું. એલસીબીએ બંને આરોપીઓની અટકાયત કરી કુલ રૂપિયા 80,200ના મુદામાલ કબ્જે કર્યો હતો અને ત્રીજા શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

લૂંટમાં ગયેલી રકમ તથા રિક્ષા કબજે કરાઇ

લૂંટ પ્રકરણનો એક આરોપી હજી ફરાર

અન્ય સમાચારો પણ છે...