• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • પ્રદર્શન ગ્રાઉન્ડના લોકમેળાના ટેન્ડરમાંથી જામપાને 1.02 કરોડની આવક પણ વીમો નહીં

પ્રદર્શન ગ્રાઉન્ડના લોકમેળાના ટેન્ડરમાંથી જામપાને 1.02 કરોડની આવક પણ વીમો નહીં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર મહાનગરપાલિકા દ્રારા આ વર્ષે ચાર સ્થળોએ શ્રાવણી લોકમેળાનો નિર્ણય કર્યો છે.જેમાં મનપા હસ્તકના પ્રદર્શન ગ્રાઉન્ડના મેળાના 59 માંથી આવેલા 58 પ્લોટના ટેન્ડરમાંથી મહાપાલિકાને રૂ.1.02 કરોડની આવક થઇ છે.પરંતુ મનપા દ્રારા લોકમેળાનો વીમો લેવામાં ન આવતા આશ્ચર્યની સાથે અનેક સવાલો ઉઠયા છે.નોંધનીય છે કે,ગતવર્ષે રંગમતી અને પ્રદર્શન ગ્રાઉન્ડ લોકમેળો મનપા હસ્તક હોય બંનેનો રૂ.1 કરોડનો વીમો મહાપાલિકા દ્રારા લેવામાં આવ્યો હતો.ત્યારે આ વર્ષે વીમો ન લેવામાં આવતા મેળામાં કોઇ દુધર્ટના થશે તો જવાબદારી કોની તેવો સવાલ શહેરીજનોમાં ઉઠયો છે.

જામ્યુકોના સતાધીશો દ્રારા આ વર્ષે શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ,રંગમતી નદીના પટની સાથે પોલીસ હેડ કર્વાટર પાછળ અને લાલપુર રોડ પર મારૂ કંસારા સમાજની વાડી પાસે એમ ચાર સ્થળે લોકમેળો યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.પરંતુ મેળાના ધંધાર્થીઓએ પહેલેથી રીંગ કરતા મેળાની ટેન્ડર પ્રક્રિયા દરમ્યાન ફકત રંગમતી નદીના પટ અને પ્રદર્શન ગ્રાઉન્ડ લોકમેળાના ટેન્ડર જ આવ્યા હતાં.

જયારે નવા સ્થળે યોજાનાર બંને મેળાના ટેન્ડર ન આવતા મનપાના સતાધીશોના નિર્ણયનો ફિયાસ્કો થઇ ગયો છે.બીજી બાજુ નવાઇની વાત એ છે કે પ્રદર્શન ગ્રાઉન્ડ મેળાના ટેન્ડરમાંથી જામ્યુકોને જીએસટી સાથે રૂ.1.02 કરોડની આવક થઇ છે.પરંતુ હજુ સુધી લોકમેળાનો વીમો લેવામાં આવ્યો નથી.ત્યારે લોકમેળામાં 9 દિવસ દરમ્યાન લાખોની સંખ્યામાં લોકો આવતા હોય મનોરંજનના સાધનો તૂટવાથી કે અન્ય કોઇ દુધર્ટના બને તો જવાબદારી કોની તેવો સવાલ શહેરીજનોમાં ઉઠયો છે.

વીમો લેવાની પ્રક્રિયામાં વિલંબ થયો
જામનગર મહાપાલિકાના એસ્ટેટ વિભાગના ડેપ્યુટી ઇજનેર એન.આર.દિક્ષિતે જણાવ્યું હતું કે,આ વર્ષે પ્રદર્શન ગ્રાઉન્ડના લોકમેળાનો વીમો લેવામાં વિલંબ થયો છે.બે-ત્રણ દિવસમાં જ આ પ્રક્રિયા હાથ ધરાશે.ગત વર્ષે મનપા હસ્તકના રંગમતી અને પ્રદર્શન ગ્રાઉન્ડના મેળાનો રૂ.1 કરોડનો વીમો લેવાયો હતો.

રંગમતી મેળાનો વીમો પાર્ટીએ લેવાનો રહેશે
ગતવર્ષે રંગમતી અને પ્રદર્શન ગ્રાઉન્ડ લોકમેળા મનપા હસ્તક હોય તેનો વીમો મનપા દ્રારા લેવામાં આવ્યો હતો.પરંતુ આ વર્ષે રંગમતી મેળાનું ટેન્ડર સીંગલ પાર્ટીને આપવામાં આવ્યું હોય મેળાનો વીમો પણ ખાનગી પાર્ટીએ લેવાનો રહેશે તેમ મનપાના એસ્ટેટ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.

નવા બે સ્થળે મેળા થશે કે કેમ તે સવાલ
ઇલેક્ટ્રિક ઉપકરણો મગાવીને ડિલિવરી લીધા બાદ પીઠડ ગામના બે શખ્સે પેમેન્ટ જ ન કર્યું
અમદાવાદના વેપારી સાથે રૂ.1.79 લાખની છેતરપિંડીની ફરિયાદ
ભાસ્કર ન્યુઝ|જામનગર

જોડીયાના પીઠડ ગામે રહેતા બે શખ્સે અમદાવાદના એક શો રૂમમાંથી ટીવી, ફ્રીજ અને એસીની ખરીદી કર્યા બાદ માલની ડીલેવરી પણ મેળવી લીધા બાદ વેપારીએ પેમેન્ટ માંગતા ફોનમાં ધમકી આપી રૂ.1,79 લાખની છેતરપીંડીની ફરીયાદ નોંધાઇ છે.

અમદાવાદમાં શાહીબાગ ખાતે કૈલાશ રોયલ એપાર્ટમેન્ટ ખાતે રહેતા ઇલેકટ્રીક ઉપકરણોના વેપારી બંટીભાઇ કનૈયાલાલ સંગતાણીએ પોતાના શો રૂમમાંથી બે એર કન્ડીશન્ડ, બે એલઇડી ટીવી અને બે રેફ્રીઝેટરની ખરીદી કરીને તેની ડીલેવરી પર પીઠડ ખાતે મેળવી લીધા બાદ પેમેન્ટ ન ચુકવતા ફોન કરવાની ધમકી આપીને રૂ.1.79 લાખની છેતરપીંડી આચર્યાની ફરીયાદ રમેશ કરશનભાઇ પઢીયાર અને મજીદ કમોરા સામે નોંધાવી છે.

વેપારી યુવાનના શો રૂમ ખાતે આવેલા પીઠડના બંને શખ્સોએ ઉપરોકત ઇલેકટ્રીક ઉપકરણોની ખરીદી કર્યા બાદ ડીલેવરી માટે માલ મોકલતી વેળાએ પેમેન્ટ ચુકવવાનુ કહીને બે પૈકી એક ઇન્વોઇસ સહી કરીને પરત આપ્યુ હતુ ત્યારબાદ આ કિંમતી સામાનની ડીલેવરી પણ મળી જવા છતા પૈસા ન ચુકવતા ફોન કરીને પેમેન્ટનુ પુછતા જ ગાળો ભાંડી ધાકધમકી આપીને રકમ ન ચુકવીને છેતરપીંડી આચર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.આ અંગે વધુ તપાસ જોડીયાના પીએસઆઇ પરમારે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...