• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ધ્રોલના લતીપર ગામમાં શ્રમિક યુવતીનો ઝેરી દવા પી આપઘાત

ધ્રોલના લતીપર ગામમાં શ્રમિક યુવતીનો ઝેરી દવા પી આપઘાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રોલ તાલુકાના લતીપર ગામે વાડી વિસ્તારમાં રહેતી પરપ્રાંતિય પરીણીત યુવતિએ અગાઉ ભાગમાં વાડી વાવવા મામલે થયેલી બોલાચાલી બાદ માઠુ લાગી આવતા ઝેરી દવા પી જીવતર ટુંકાવ્યુ હતુ.

ધ્રોલ તાલુકાના લતીપુર ગામે વાડી વિસ્તારમાં રહેતી અને ખેતીકામ કરતી મુળ મધ્યપ્રદેશના ખલગાટની વતની મનુબેન સુનિલભાઇ માવડા (ઉ.વ.22) નામની પરપ્રાંતિય પરીણીત યુવતિએ ગત તા.4ને શનિવારના રોજ પાકમાં છાંટવાની ઝેરી દવા પી જતા ગંભીર હાલતમાં સારવાર માટે જામનગર શહેરની જી.જી.હોસ્પીટલમાં ખસેડાઇ હતી. જયાં સારવાર દરમિયાન તેનુ મૃત્યુ નિપજયુ હતું.

આ બનાવની અજય મેહડાએ જાણ કરતા ધ્રોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ભોગ બનનાર પત્ની અને તેના પતિ બંને રામપર ગામે વાડી વાવતા હતા ત્યારે ત્યાં તેના ભાઇ સાથે બોલાચાલી થતા ભાગ મુકીને લતીપરમાં ખેતી કરવા માટે આવી ગયા હતા. બાદમાં આ બાબતે ફરી બોલાચાલી થતા માઠું લાગી આવતા આ પગલુ ભરી લીધાનુ જાહેર થયુ છે.

અન્ય સમાચારો પણ છે...