જામનગરની દોશી ટેક્નિકલ સંસ્થામાં ફી રોકડથી ભરવા વિદ્યાર્થી�અોને નોટિસ

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:05 AM IST
Jamnagar News - latest jamnagar news 030525
નોટબંધી બાદ કેશલેસ વ્યવહાર વધે તે માટે સરકાર નીતનવી કવાયત કરી રહી છે ત્યારે જામનગરની એ.જે.દોશી ટેકનીકલ ઇન્સ્ટીટયુટમાં વિદ્યાર્થીઓને રોકડેથી ફી ભરવાની નોટીસ આપી છે.

એ.જે.દોશી ટેકનીકલ ઇન્સ્ટીટયુટમાં અભ્યાસ કરતા બીસીએ સમેસ્ટર-2, સેમેસ્ટર-4 અને સેમેસ્ટર-6 તથા પીજીડીસીએ સેમેસ્ટર-2ના વિદ્યાર્થીઓને સંસ્થાએ ટર્મ ફી ભરવા નોટીસ આપી છે.જેમાં આ વખતની ફી ચેકથી નહીં પરંતુ રોકડેથી સ્વીકારવામાં આવશે તેમ જણાવી તમામ વિદ્યાર્થીઓએ પોતાની ફી રોકડેથી ભરવાની રહેશે તેવી સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે.જથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ સાથે કચવાટની લાગણી ફેલાઇ છે.

ચેક પરતની સમસ્યાને કારણે નિર્ણય

અગાઉ ચેકથી ફી લેવામાં આવતી હતી.પરંતુ ચેક પરત ફરતાં બેંક દ્વારા ચેક પરતનો રૂ.250 ચાર્જ વસૂલવામાં આવતા વાલીઓ કોલેજે આવીને ઝગડા કરતા હતાં.નોટબંધી પહેલા રોકડેથી ફી લેવામાં આવતી હતી.બાદમાં ચેકથી ફી સ્વીકારમાં આવતી હતી.પરંતુ ચેક પરત ફરતા સમસ્યા સર્જાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હસાબેન શેઠ, પ્રિન્સીપાલ

X
Jamnagar News - latest jamnagar news 030525
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી