• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • દ્વારકા જિલ્લાની હદમાંથી પસાર થતાં વાહનોમાં વિન્ડો સ્ક્રીન ઉપર મટિરિયલ લગાડવા પર પ્રતિબંધ

દ્વારકા જિલ્લાની હદમાંથી પસાર થતાં વાહનોમાં વિન્ડો સ્ક્રીન ઉપર મટિરિયલ લગાડવા પર પ્રતિબંધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : જિલ્લા અધીક મેજીસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાએ જાહેરનામું પ્રસિધ્ધ કરી જિલ્લામાં નોંધાયેલા કે જિલ્લાની હદમાંથી પસાર થતાં તમામ પ્રકારના વાહનોમાં આગળના, પાછળના અને સાઇડના ઓરીજીનલ વિન્ડો સ્ક્રીન ઉપર કોઇપણ પ્રકારની ફીલ્મ કે બીજું કોઇપણ પ્રકારનું મટીરીયલ લગાડવા ઉપર તા. 1 ઓકટો. સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. હુકમનો ભંગ કરી વાહનો પર કોઇપણ પ્રકારની ફિલ્મ કે બીજું મટીરીયલ લગાડેલ હશે તો તે ટ્રાફીક અને સ્થાનિક પોલીસ સ્થળ પર જ દૂર કરશે તથા કોઇપણ વેપારી વાહનો ઉપર લગાવવાની આવી ફીલ્મનું વેચાણ કરી શક્શે નહીં કે કોઇ વાહન પર આવી ફિલ્મ લગાવી આપી શક્શે નહીં. જાહેરનામાના ભંગ બદલ શિક્ષાત્મક પગલા લેવામાં આવશે તેમ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...