• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરમાં પરિણીતાને ત્રાસ આપ્યાની સાસરિયા સામે ફરિયાદ

જામનગરમાં પરિણીતાને ત્રાસ આપ્યાની સાસરિયા સામે ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જામનગરના જોડિયા ભુંગામાં રહેતી પરિણિતાને લગ્નજીવન દરમિયાન સાસરિયા દ્વારા ત્રાસ આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.જોડિયા ભુંગામાં રહેતી હસીના રઝાક બુચડ નામની પરિણિતાને લગ્નજીવન દરમિયાન પતિ રઝાક બુંચડ અને જેઠ અબાસ ઇશાક બુચડ તેમજ નણંદ રૂકસાનાબેન અવારનવાર ઘરકામ બાબતે માનસિક ત્રાસ આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

જામજોધપુરમાંથી વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો
જામજોધપુર | જામજોધપુરમાંથી પોલીસે એક શખ્સને વિદેશી દારૂની પાંચ બોટલ સાથે દબોચી લીધો હતો.પોલીસે શહેરના આબલી ફળીમાં રહેતા નવાઝ સુલેમાન રાવકરડા નામના શખ્સના મકાનમાંથી વિદેશી દારૂની 5 બોટલ કિંમત રૂ.2500 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.પોલીસે દારૂ જપ્ત કરી શખ્સ સામે ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી.તેમજ કારાભાઇ રબારીનું નામ ખુલ્યું હતું.

મીઠાપુરની ટાટા કંપનીના ગોડાઉનમાંથી બેટરીની ચોરી
દ્વારકા | દ્વારકાના મીઠાપુર ટાટા કંપનીના ગોડાઉન એરિયામાંથી બે બેટરી ચોર ઇસમો ઉઠાવી ગયા હોવાની પોલીસમાં જાહેર થયું છે.દ્વારકામાં આવેલ મીઠાપુર સ્થીત ટાટા કંપનીના ગોડાઉન એરિયામાંથી બે ટ્રકની બેટરિ કીંમત રૂ.6000 ચોરાય ગય હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મીઠાપુર ગામમાં વૃધ્ધનું અપમૃત્યુમાં મોત નીપજ્યું
દ્વારકા | પોરબંદરના ફટાણામાં રહેતા વૃધ્ધનું મીઠાપુર હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું જાહેર થયું છે.પોરબંદરના ફટાણામાં રહેતા વેજાભાઇ દેવાભાઇ ગોઢાણીયા (ઉ.વ.55) નામના વૃધ્ધને છેલ્લા બે વર્ષથી બીપીની તકલીફ હતી.અચાનક તેમને પેટમાં દુખાવો થતા મીઠાપુર ટાટા હોસ્પીટલમાં ખસેડાયા હતાં.જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

જેતપુરના માથાભારે શખ્સને હદપાર કરતી પોલીસ
જેતપુર | જેતપુરના નાયબ પોલીસ અધિક્ષક જે.એમ ભરવાડની સૂચનાથી પી.આઈ રાણા એ અહીંના દેરડી રોડ આવાસ ક્વાર્ટરમાં રહેતો અને માથાભારે તેમજ પોહી પ્રવૃત્તિ કરતો ચિરાગ ઉર્ફે ભાયો અશોકભાઈ પરમારવાળા વિરુદ્ધ જેતપુર પોલીસ સ્ટેશનથી હદપારી દરખાસ્ત તૈયાર કરી મિકલતા એસ.ડી.એમ રાઈજાદા દ્વારા રાજકોટ રૂરલ, શહેર, અમરેલી, જૂનાગઢ,પોરબંદર જિલ્લાની છ માસ માટે હદપાર કરવાનો હુકમ કરાતા ચિરાગને હુકમ મુજબ હદપાર કરવામાં આવ્યો હતો.

જેતપુર માં દેશીદારૂના જથ્થા સાથે એકની ધરપકડ
જેતપુર | જેતપુર શહેરમાં દેશી દારૂ વેચાતો હોવાની ફરિયાદ પોલીસને મળતા ગોંડલ દરવાજા વિસ્તારમાં દેશી દારૂ વેચાતો હોવાની હકીકતના આધારે પોલીસ અધિક્ષક જે.એમ ભરવાડની સુચનાથી પી.આઈ રાણા દ્વારા ગોંડલ દરવાજા વિસ્તારમાં હકીકત સ્થળે રેડ કરતા દિપક કરશનભાઇ દેગડાને ત્યાં રેડ કરી 120 લીટર દેશી દારૂ કિંમત 2400 મળી આવી હોઈ પોલીસે તેની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...