ધ્રોલમાંથી અપરિણીત યુવતીનંુ અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:05 AM IST
Jamnagar News - latest jamnagar news 030510
ધ્રોલમાં રહેતી મુળ મોરબીની વતની યુવતિને લગ્નની લાલચ આપી દોઢ માસ પુર્વે લાલપુરના કાનાલુસ ગામે રહેતો દિપક સાગઠીયા બાઇક પર અપહરણ કરી લાલપુરમાં ગેસ્ટ હાઉસ ખાતે લઇ જઇ એક દિવસ ગોંધી રાખી બે વખત દુષ્કર્મ ગુજાર્યુ હતુ.

ત્યારબાદ તરછોડી દેતા વિકાસગૃહમાં આશ્રય પણ મેળવ્યો હતો. ત્યારબાદ સમજાવટના અંતે પરત માતા-પિતાના ઘરે આવી હતી. જ્યાં આપવીતી વર્ણવતા પરીવારજનો ચોંકી ઉઠ્યા હતા. બનાવની યુવતીની ફરીયાદના આધારે લાલપુર પોલીસે દિપક ચંદુભાઇ સાગઠીયા(રે.કાનાલુસ) સામે દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ ખાંભલા સહિતના સ્ટાફે હાથ ધરી છે.

મજુરી કામ કરતો આરોપી બે સંતાનનો પિતા હોવાનંુ તેમજ તેણે ઘરે અવર જવરના કારણે સંપર્કમાં આવતા લગ્નની લાલચ આપી યુવતીને હવસનો શિકાર બનાવ્યાનું ફરિયાદમાં જાહેર થતા દિપકને સંકજામાં લઇ તેના તબીબી પરીક્ષણની તજવિજ હાથ ધરી છે.

X
Jamnagar News - latest jamnagar news 030510
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી