ST કર્મીઓનો ખાનગીકરણ, પડતર માગ મુદ્દે વિરોધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ|દ્વારકા/ધ્રોલ/જામનગર

એસ ટી નીગમના ખાનગીકરણ સામે ચોતરફ વિરોધ વંટોળ ઉભો થયો છે.સોમવારે દ્વારકા,જામનગર તેમજ ધ્રોલ સહિત એસ ટી વિભાગના કર્મચારીઓ દ્વારા એસટીનું ખાનગીકરણ તેમજ અન્ય પડતર માંગણીઓ અને ખાસ કરીને સાતમાં પગાર પંચ લાગુ ન કરવાના વિરોધમાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો હતો.એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા અવાર નવાર પડતર પ્રશ્નો તેમજ માંગણી બાબતે લેખિતમાં રજુઆતો કરી છે.છતા પણ નીગમ દ્વારા નિર્ણય કરવામાં આવતો નથી.રજુઆતને ધ્યાને ન લેતા આખરે એસટીના ત્રણેય યુનિયન અને એસોશીયેશન સમિતિ દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે.

એસટી વિભાગના વિરોધમાં એસ ટી મજદુર સંધ દ્વારા પડતર માંગણીઓ સબબ આંદોલન કરવામાં આવ્યું હતું.તેમજ નીગમના માન્ય ત્રણેય મુખ્ય સંગઠનો દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્ર્નો તથા માંગણી બાબતે વારંવાર લેખીત તથા મૌખીક રજુઆત સરકાર તથા નીગમના મેનેજમેન્ટ સમક્ષ કરવામાં આવી છે.છતા પણ જવાબદાર તંત્ર દ્વારા માંગણીઓ મુદ્દે નિરાકરણ લાવવામાં આવ્યું નથી.અને રજુઆતો તેમજ માંગણીઓ આજેય પણ પડતર પડી છે.પરિણામે નિગમના ત્રણેય માન્ય સંગઠનો અને ઓફીસર્સ એસોશીએશન સંકલન સિમીતી દ્વારા આંદોલનનો માર્ગ અપનાવીને કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે.તેમજ માંગણીઓ નહી સ્વીકારવામાં આવે તો જલદ્દ આંદોલનની પણ ચિમકી ઉચ્ચારી છે.

સોમવારે જામનગર એસ ટી વિભાગના કર્મચારીઓ વિરેન્દ્રસિંહ જાડેજા,નરેન્દ્રસિંહ તેમજ મગનભાઇ અને સંજયભાઇ તથા અરૂણસિંહ સહિતના કર્મચારીઓ જામનગર એસ ટી ખાતે કાળી પટ્ટી ધારણી કરી વિરોધ કર્યો હતો.એસ ટી નિગમ દ્વારા એક્સપ્રેસ રૂટો પર ખાનગી બસો ભાડે લઇ ચલાવવી,એસ ટી નિગમના મેનેજમેન્ટના મનસ્વી નિર્ણય, કર્મચારીઓને હેરાન કરવા,સાતમું પગારપંચ ન લાગું કરવું વગેરે અનેક પ્રશ્નોને લઇ ત્રણેય યુનિયન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.ત્રણ દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કરાશે તેમજ 13 અને 14 ઓગષ્ટે સુત્રોચાર કરવામાં આવશે.તદપરાંત20 અને 21 તારીખે રામધુન અને ઘંટનાદ કરીને વિરોધ કરવાના કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યાં છે.

નિગમ યોગ્ય નિર્ણય નહી લે તો આંદોલન : મજદુર સંઘ
મજદુર સંઘ દ્વારકાના કાર્યકારી પ્રમુખ મુળજીભાઇ ચાનપાએ જણાવ્યું હતું કે,જો માંગણીઓ અને પડતર પ્રશ્નો સ્વિકારવામાં નહી આવે અને જ્યાં સુધી નિરાકરણ નહી આવે તો ઉગ્ર આંદોલન કરાશે.સરકાર અને નિગમના મેનેજમેન્ટની આંખો નહી ખુલે તો ઝલદ આંદોલન કરાશે.

અન્ય સમાચારો પણ છે...