ધાણામાં દવાના છંટકાવ બાદ યુવાનનું મોત નીપજ્યું

શ્રમિક યુવાનને જંતુનાશક દવાની અસર

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:05 AM
Jamnagar News - latest jamnagar news 030507
જામજોધપુર તાલુકાના પરડવા વાડી વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતિય શ્રમીક યુવાને ધાણાના પાકમાં બપોરે જંતુનાશક દવાનો છંટકાવ કર્યા બાદ રાત્રે નિદ્રાધીન થયો હતો.ત્યારબાદ સવારે બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પીટલ ખસેડાતા તેનુ મૃત્યુ નિપજયુ હોવાનુ જાહેર થયુ હતુ.દવાની વિપરીત અસરથી તેણે જીવ ગુમાવ્યાનુ બહાર આવ્યુ છે.

જામજોધપુર તાલુકાના પરડવા ગામે વાડી વિસ્તારમાં રહેતા અને ખેત મજુરીકામ કરતા મુળ મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના પીપળાદ ગામના વતની મહેશ હરીભાઇ ચૌહાણ(ઉ.વ.25) તા.4ના રોજ બપોરે વાડીએ ધાણામાં જંતુનાશક દવાનો છંટકાવ કર્યો હતો.

જે મજુરીકામ બાદ રાત્રે પાકમાં વાળીને નિદ્રાધીન થયા પછી સવારે બેભાન હાલતમાં મળી આવતા તેના ભાઇ સુનિલ હરીભાઇ ચૌહાણ તેને તાકીદે સરકારી દવાખાને લઇ જતા તેને તબીબે મૃત ઘોષિત કર્યો હતો. પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

X
Jamnagar News - latest jamnagar news 030507
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App