તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં ગત વર્ષ કરતાં ઉનાળુ પાકનું 4 ગણુ વાવેતર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરજિલ્લામાં ગત વર્ષ કરતા ઉનાળુ પાકના વાવેતરમાં વર્ષે 4 ગણો વધારો નોંધાયો છે.સૌથી વધુ વાવેતર મગફળીનું થયું છે, તો સૌથી ઓછું વાવેતર અડદ,ગુવાર,શેરડી,તરબૂચ,ડુંગળીનું નોંધાયું છે.છેલ્લાં 3 વર્ષની સાપેક્ષમાં વર્ષે પીયતની સુવિધા ઉપલબ્ધ હોય એંકદરે વાવેતર વધ્યું છે.

શહેર-જિલ્લામાં ગત વર્ષે પ્રમાણમાં નોંધપાત્ર વરસાદ થયો હતો. આથી પાકનું ચિત્ર ઉજળું બન્યું હતું.શિયાળુ પાક લીધા બાદ ખેડૂતો હવે ઉનાળુ પાકના વાવેતરમાં લાગ્યા છે. અત્યાર સુધીમાં જામનગર જિલ્લાના 6 તાલુકામાં અંદાજીત 4524 હેકટરમાં ઉનાળુ પાકનું વાવેતર થઇ ચૂકયું છે.જેમાં મગફળીનું સૌથી વધુ 1674 હેકટરમાં વાવેતર થયું છે.જામનગર તાલુકો 715 હેકટર મગફળીના વાવેતર સાથે અગ્ર ક્રમે છે.જયારે બાજરીનું 284,મગનું 250,તલનું 364,શાકભાજીનું 526,ધાસચારાનું 1389 હેકટરમાં વાવેતર થયાનું નોંધાયું છે.જયારે ડુંગળીનું ફકત 15,અડદનું 5,ગુવારનું 5,તરબૂચનું 11,શેરડીનું 1 હેકટરમાં વાવેતર થયું છે.

જિલ્લામાં ગત વર્ષે કુલ 925 હેકટરમાં ઉનાળુ પાકનું વાવેતર થયું હતું.જેમાં મગફળીનું ફકત 91 હેકટર,શાકભાજીનું 122,ધાસચારાનું 237,તલનું 112,બાજરીનું 36,મગનું 41,ડુંગળીનું 59,અડદનું 30,તરબૂચનું 5,શેરડીનું 21,દાડમનું 15 હેકટરમાં વાવેતર થયું હતું.જયારે વર્ષે પીયતની સુવિધા હોવાથી અત્યાર સુધીમાં જિલ્લામાં 4524 હેકટરમાં ઉનાળુ પાકનું વાવેતર થયાનું જિલ્લા ખેતીવાડી અધીકારી જે.બી. માથાસોલીયાએ જણાવ્યું હતું.

ઉનાળુ વાવેતરમાં ધ્રોલ તાલુકો સાવ તળિયે

ઉનાળુપાકના વાવેતરમાં જિલ્લામાં ધ્રોલમાં ફકત 150 હેકટરમાં વાવેતર થતા સૌથી છેલ્લા ક્રમે છે.જયારે જોડીયામાં પણ માત્ર 398 અને કાલાવડમાં 358 હેકટરમાં વાવેતર થયું છે. જયારે ગતવર્ષની સરખામણીએ કાલાવડ તાલુકાનું માત્ર 75 હેકટરમાં ઉનાળુ પાકનું વાવેતર થવાથી જિલ્લામાં તળીયે રહયો હતો. વરસાદ ઓછો રહેતા પાકની સ્થિતી ડામાડોળ છે.

શિયાળુ પાકમાં ઘઉંનું 3524 હેકટરમાં વાવેતર કરાયું

વર્ષ2015-16માં જિલ્લામાં માત્ર 754 હેકટરમાં ધઉંનું વાવેતર કરાયું હતું.જયારે વર્ષ 2016-17માં 3524 હેકટરમાં વાવેતર થયું છે.જિલ્લામાં મુખ્યત્વે લોકવન અને ટુકડા ધઉંનું ઉત્પાદન થતું હોવાનું અને ખેડૂતો રોજબરોજના ખોરાકમાં ઉપયોગમાં લેવા માટે ધઉંનું વાવેતર કરતા હોવાનું જિલ્લા ખેતીવાડી અધીકારીએ જણાવ્યું હતું.

જામનગર જિલ્લાના એકપણ તાલુકામાં વર્ષે શક્કરટેટી,સૂર્યમૂખી,દાડમનું વાવેતર કરવામાં આવ્યું નથી.જયારે ગત વર્ષે પાક ઉપરાંત ગુવાર,જુવારનું વાવેતર ખેડૂતો દ્રારા કરવામાં આવ્યું હતું. વર્ષે પણ ચિત્ર યથાવત છે.

એકપણ તાલુકામાં શકકરટેટી,સૂર્યમૂખી,દાડમનું વાવેતર નહીં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો