તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • ટેકનોલોજી | જામનગરની સરકારી પોલિટેક્નિક કોલેજમાં અનોખો પ્રોજેકટ ફેર યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેકનોલોજી | જામનગરની સરકારી પોલિટેક્નિક કોલેજમાં અનોખો પ્રોજેકટ ફેર યોજાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરનીસરકારી પોલિટેક્નિક કોલેજમાં બે દિવસ યોજાયેલા અનોખા પ્રોજેકટ ફેરમાં છાત્રોએ બનાવેલા રોબો સોલ્જર,પાણી-તેલ અલગ પાડવાનું મશીન,માર્ગ પરના વૃક્ષ કાપવાનું મશીન સહિત રજૂ કરેલા અવનવા 70 પ્રોજેકટ નિહાળી દર્શકો રોમાંચિત થઇ ગયા હતાં. તકે યોજાયેલી વિવિધ સ્પર્ધામાં પણ છાત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

શહેરમાં વાલસૂરા રોડ પર આવેલી સરકારી પોલિટેક્નિક કોલેજમાં અભ્યાસક્રમના ભાગરૂપે કોલેજના મિકેનિકલ,ઈલેક્ટ્રિક,કમ્યુટર,સિવિલના છાત્રો દ્વારા બનાવવામાં આવેલા ટેકનોલોજી આધારિત વિવિધ અભિનવ પ્રોજેકટના પ્રદર્શન માટે શુક્રવાર અને શનિવારના પ્રોજેકટ મેળો, રોબોટિકસ સ્પર્ધા અને ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. શુક્રવારના કોલેજના છાત્રોએ 70 પ્રોજેકટ રજૂ કર્યા હતાં. જેમાં દિવ્યાંગો માટે ટ્રાઇસિકલ,માર્ગ પરના વૃક્ષ કાપવાનું મશીન,વાયરલેસ ઓટોમેટિક રોબો સોલ્જર,પાણી અને તેલ અલગ કરી આપે તેવું મશીન નિહાળી દર્શકો મંત્રમુગ્ધ થઇ ગયા હતાં.આ ઉપરાંત ટેક્નિકલ ક્વિઝ,પોસ્ટર નિદર્શન સહિત વિવિધ સ્પર્ધા યોજાઇ હતી.જેમાં પણ છાત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.પ્રાજેકટ ફેરમાં કોલેજના 250 છાત્રોએ ભાગ લીધો હતો.જયારે 1500થી વધુ વિધાર્થીઓએ પ્રદર્શન નીહાળી ટેકનોલોજીના પાઠ શીખ્યા હતાં.કાર્યક્રમમાં જિલ્લા ઉધોગ કેન્દ્રના જનરલ મેનેજર ભાટિયા,રોજગાર અધિકારી પાલા,ઉધોગપતિ સરદારસિંહ જાડેજા,વસંતભાઇ ભદ્રા,સ્નેહલભાઇ ગોહીલ વગેરેએ છાત્રોને ઉધોગ કારર્કીદી અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

રોબો સોલ્જર તેમજ પાણી-તેલ અલગ પાડવાનું મશીન નિહાળી દર્શકો રોમાંચિત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો