તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • જામનગરમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમાંશનિવારે દિવસભર 40 કિમીની ઝડપે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકો પરેશાન થઇ ગયા હતાં. જો કે, સુસવાટા મારતા પવનથી ગરમીમાં શહેરીજનોએ રાહત અનુભવી હતી પરંતુ વહેલી સવારે અને રાત્રે ઠંડકના કારણે મિશ્ર ઋતુથી તાવ,શરદીના કેસમાં વધારો નોંધાયો છે.

છેલ્લા બે-ત્રણ દિવસથી મહત્તમ તાપમાન 35 ડિગ્રી નજીક પહોંચતા બપોરના આકરા તાપનો અનુભવ લોકો કરી રહ્યા છે.આ સ્થિતિમાં આગામી દિવસોમાં કેવી ગરમી પડશે તેવો સવાલ અત્યારથી લોકોમાં ઉઠયો છે. શનિવારે સવારથી તીવ્ર ગતિએ પવન ફૂકાંવાનો શરૂ થયો હતો. દિવસભર 40 કિમીની ઝડપે પવન ફૂંકાતા માર્ગો પર સતત ધૂળની ડમરી ઉડતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થઇ ગયા હતાં.હવાના દબાણના કારણે પવનની ગતિમાં વધારો થયાનું હવામાન વિભાગે જણાવ્યું છે. હજુ રવિવારે પણ તેજ ગતિએ પવન ફૂૂકાશે તેવી શકયતા પણ વ્યકત કરી છે.

શનિવારે મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન 18.8 ડિગ્રી નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 87 ટકા અને પવનની ગતિ 30 થી 40 કિમી પ્રતિ કલાક નોંધાઇ હતી. ઠંડા પવનના ગરમીમાં રાહત અનુભવી હતી. જ્યારે સવારે અને રાત્રીના ઠંડકનો અહેસાસ લોકોએ કર્યો હતો. આથી મિશ્ર ઋતુના કારણે તાવ,શરદીના કેસમાં વધારો નોંધાયો છે.

મિશ્ર ઋતુના કારણે તાવ, શરદીના કેસમાં વધારો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો