તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુંદાના પાટિયે જુગારના દરોડામાં સાત ઝડપાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દ્વારકાજિલ્લાના ભાણવડ તાલુકાના ગુંદા ગામના પાટિયે શુક્રવારે રાત્રે જુગારની મહેફિલ પર પોલીસે દરોડો પાડતા સાત શખ્સો જુગાર રમતા પોલીસના હાથમાં આવી ગયા હતા. પોલીસે રોકડ તથા બાઈક મળી કુલ રૂ.92 હજારનો મુદ્દામાલ કબજે કરી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. અને સાતેય શખ્સો સામે કાયદાકીય કાર્યવાહીનો દંડો ઉગામ્યો હતો.

ભાણવડ તાલુકાના મોટા ગુંદા ગામના પાટિયા પાસે કેટલાક શખ્સો એકઠા થઈ જુગારની રમતા હોવાની બાતમી પરથી શુક્રવારે ભાણવડ પોલીસે દરોડો પાડયો હતો. સ્થળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા અશ્વિન ત્રિકમભાઈ પાડલિયા, નીતિન કરમશીભાઈ શિહોરા, હસમુખ બાવનજીભાઈ પાડલિયા, વલ્લભભાઈ નારણભાઈભાઈ વાવણોટિયા, વજશીભાઈ મારખીભાઈ કનારા, રામદે અરજણભાઈ બોદર તથા વજશી મશરીભાઈ કરમુર સહિતના સાત શખ્સો પોલીસના સકંજામાં આવી ગયા હતા. પોલીસે પટમાંથી રૂ.642૦૦ રોકડા, સાત મોબાઈલ ફોન અને એક મોટરસાઇકલ મળી કુલ રૂ.927૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તમામ શખ્સો સામે જુગારધારાની કલમ 12 હેઠળ ગુનો નોંધ્યો હતો.અનેઅટકાયત સહિતના પગલા લેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો