તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • જામનગરમાં ઘઉંની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં ઘઉંની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યસરકારે રવિ માર્કેટિંગ સીઝન 2017-18માં ઘઉંના પ્રતિ ક્વિન્ટલ રૂ.1625 લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરાયા છે. જામનગર જિલ્લામાં લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવા માટે અન્ન અને નાગરિક પુરવઠા નિગમના જામનગર ગ્રામ્ય, ધ્રોલ, જોડિયા, કાલાવડ અને જામજોધપુર ગોડાઉનોમાં જરૂરી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.

નિગમ દ્વારા તેના ગોડાઉનોમાં જે ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં આપવા માંગતા હોય તેઓ આગોતરી, એડવાન્સ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકે છે. નિગમ દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદ કરવાના ઘઉંની ગુણવત્તાની ચકાસણી માટે અને સ્વીકારવા લાયક જથ્થો નક્કી કરવા માટે ઇન્સપેક્શનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેથી કરીને ખેડૂતોને તેની જણસના પુરતા ભાવ મળી રહેશે. લઘુત્તમ ટેકાના ભાવે સામાન્ય ગુણવત્તા ધરાવતો જથ્થો ઘઉંના સેમ્પલ લઇ, તે નિયત કરેલી ગુણવત્તા ધરાવે છે કે કેમ તે નક્કી કરી તેની ખરીદી કરાશે. અંગેની વધુ માહિતી નાયબ જિલ્લા મેનેજર ગ્રેડ-2, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. કચેરી, વાલસુરા રોડ, બેડેશ્વર, જામનગરમાં મેળવી શકાશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

સરકાર દ્વારા 2017-18માં ભાવ નક્કી, ગુણવત્તા, સેમ્પલ લઇ ખરીદી કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો