તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૈસા આપવાની ના પાડતાં આધેડ પર છરી વડે હુમલો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરનાવસંતવાટિકા વિસ્તારમાં રહેતા એક આધેડ પાસે ત્યાં નજીકમાં રહેત એક શખ્સ આધેડ પાસે રૂ.500 માંગતો હોય જે રૂપિયા આપવાની ના પાડતા શખ્સે આધેડ પર છરી વડે હુમલો કર્યો હતો અને ગંભીર ઇજા પહોચાડી હતી. જેથી તેમને સારવારમાં હોસ્પિટલે ખસેડાયા હતા. નજીવી એવી બાબતે માથાકુટ થતાં સારવારમાં ખસેડાયેલા ઇજાગ્રસ્તે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યાં સારવાર દરમિયાન તેમણે શખ્સ સામે ગુનો નોંધાવ્યો હતો. શહેરના વસંતવાટિકા પ્લોટ નં. 14માં રહેતા રાજેન્દ્ર ભગવાનજી રાઠોડ (ઉ.વ.50) નામના આધેડ પાસે શંકરટેકરી નવી નિશાળ પાસે રહેતો રફીક ઉર્ફે બાઠિયો હુશેન સુમરા નામનો શખ્સ રૂ. 500 માંગતો હોય જે આપવાની રાજેન્દ્રભાઈએ ના પાડી દેતા ઉશકેરાયેલા રફીકે છરી વડે હુમલો કરી ડાબા પગની પીંડીમાં ગંભીર ઇજા પહોચાડી હતી. જેથી રાજેન્દ્રભાઈને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં સારવાર દરમિયાન તેમણે રફીક સામે આઇપીસી કલમ 324, 504, જીપીએક્ટની કલમ 135(1) મુજબ ગુનો નોંધાવ્યો હતો. પીએસઆઈ આર.એચ.ઝાલા દ્વારા રફીક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નજીવી બાબતે માથાકૂટનો બનાવ સામે આવ્યો, સારવાર દરમિયાન ગુનો નોંધાવ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો