તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • જામનગરમાં ભાગીદારીનો ધંધો બંધ કરી દેતા યુવાન પર છરી વડે હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં ભાગીદારીનો ધંધો બંધ કરી દેતા યુવાન પર છરી વડે હુમલો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમાંવધુ એક નજીવી બાબતે માથાકૂટનો બનાવ સામે આવ્યો હતો જેમાં જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી નેશનલ સોસાયટીમાં રહેતા બે યુવાનોએ ભાગીદારીમાં બકાલાનો વેપાર શરૂ કર્યો હતો.

પરંતુ કોઈકારણોસર તેમણે વેપાર બંધ કરી દીધો હતો, જે વાતનો ખાર રાખી યુવાનના ભાઈ પર છરી વતી હુમલો કરાયો હતો અને ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી. જે અંગે બે શખ્સો સામે ફરિયાદ નોધાવવામાં આવી હતી. જ્યારે સામેના પક્ષે પણ હુમલો થયો હોય અને તે અંગે પણ ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આમ, પોલીસે બંનેપક્ષે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગરના કાલાવડનાકા બહાર આવેલી નેશનલ સોસાયટીમાં રહેતા શફિકભાઈ સલીમભાઈ રાજકોટિયા (ઉ.વ.25) નામના યુવાનના ભાઈએ ત્યાં નજીકમાં રહેતા રિયાઝ હારૂનભાઈ સુડીવાલા નામના યુવાન સાથે ભાગીદારીમાં બકાલાનો વેપાર શરૂ કર્યો હતો, પરંતુ બાદમાં કોઈ કારણોસર વેપાર બંધ કરી દેવાયો હતો. વાતનો ખાર રાખી રિયાઝ તથા તેનો ભાઈ મુસ્તાક શફિકના ઘરે ધસી ગયો હતો, જ્યાં તેમણે શફિકભાઈ પર શફિકભાઈને ગાળો આપી ઝાપટો મારી તથા ઢીકાપાટુનો મારમારી છરી વડે હુમલો કરી પથ્થરોના છૂટા ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.

જેથી શફિકભાઈને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન શફીકભાઈ દ્વારા રિયાઝ, મુસ્તાક સામે આઇપીસી કલમ 324, 504, 336, 323, 114 તથા જીપીએક્ટની કલમ 135(1) મુજબ ફરિયાદ નોંધાવી હતી.

બનાવમાં વળતી ફરિયાદ રિયાઝ કાદરભાઈ ગજાઈ દ્વારા નોંધાવવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, સીદીક સલિમભાઈ મેમણ પાસે રિયાઝભાઈએ ઉપાડ પેટે આપેલા પૈસાની ઉઘરાણી કરતાં રફીક સલીમભાઈ મેમણ, જેનુલ સીદીકભાઈ મેમણ દ્વારા બાઇક પર રિયાઝભાઈના ઘરે ધસી જઇ લોખંડનો પાઇપ તથા લાકડાના ધોકા વડે હુમલો કરી ઢીકાપાટુનો મારમારવામાં આવ્યો હતો.

તેમજ તેના ભાઈ મુસ્તાકને પણ ઢીકાપાટુનો મારમારવામાં આવ્યો હતો. પોલીસે બંનેપક્ષે ફરિયાદ નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

એક સમયે બન્નેએ સાથે મળીને બકાલુ વેચવાનો ધંધો શરૂ કર્યો હતો

સાંજના સમયે ઘરે ધસી જઈ હુમલો કરાયો, બંને પક્ષે વિધિવત ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો