તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વસંત પરિવારમાં મિલકતનો ડખો, 4ની અટકાયત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરનાદાતાઓમાં જેમનું અગ્રિમ નામ છે તેવા વિનોદરાય વસંત ઉર્ફે કિલુભાઇ વસંતના પરિવારમાં લાંબા સમયથી મિલકત મુદે ચાલતો વિવાદ અંતે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પરિવારના સભ્યો મિલકત પ્રશ્ને બાખડતા પોલીસે બે પિતરાઇ સહિત ચારની અટકાયત કરતા શહેરમાં ચકચાર મચી ગઇ હતી.

શહેરમાં સાધના ટ્રાન્સપોર્ટ નામે પેઢી ધરાવતા વિનોદરાય વસંત ઉર્ફે કિલુભાઇએ ટ્રાન્સપોર્ટના ધંધામાં તો પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી પરંતુ દાતા તરીકે પણ તેમનું નામ લોકો માનથી લેતા હતાં. કોઇપણ ધર્મ,સમાજ કે સંસ્થાના સારા કાર્યો માટે ફંડ આપવાની વાત આવે ત્યારે વિનોદરાય વસંતે કયારેય પાછી પાની કરી હતી અને સમગ્ર જામનગરવાસીઓ તેમને ખૂબ આદર આપતા હતાં. પરંતુ વિનોદરાય વસંતના નિધન બાદ તેમની કરોડોની મિલકત મુદ્દે પરિવારમાં વિવાદ શરૂ થયાે હતો.

વિનોદરાય વસંતના પુત્ર મિતલભાઇ અને વિનોદરાયના ભાઇ મહેશભાઇ વસંતના પુત્ર હેમલભાઇ વચ્ચે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય, બંગલો, ફાર્મહાઉસ સહિતની મિલ્કતો બાબતે માથાકુટ શરૂ થઇ હતી.

શહેરના જાણીતા દાતા કિલુભાઇના પરિવારમાં મિલકતનો મુદ્દે પેચીદો બન્યો હતો. પરિવાર અને સમાજના શ્રેષ્ઠીઓએ વિવાદ બંધ બારણે સમેટાઇ જાય તેવા અનેક પ્રયાસો કર્યા હતાં પરંતુ તેમના સફળતા મળી હતી. છેલ્લા કેટલાક મહિનાથી મિતલભાઇ અને હેમલભાઇ વચ્ચે વિવાદ ઉગ્ર બન્યો હતો.

ગત તા. 16ને ગુરૂવારે રાવલસર ગામની સીમમાં આવેલા વસંત પરિવારના નિષ્કામ ફાર્મમાં હેમલભાઇ અને મિતલભાઇ એકઠા થયા હતાં ત્યારે ફરીથી મિલ્કતનો મુદ્દો વકર્યો હતો. બંધ બારણે થતી ચર્ચાઓ વખતે જાહેરમાં આવી ગઇ હતી અને ઉગ્ર બોલાચાલી શરૂ થતાં કોઇએ પોલીસને જાણ કરતાં પંચકોશી-બી ડીવી.નો પોલીસનો કાફલો સ્થળ પર પહોચ્યો હતો. જો કે,પોલીસ પહોચી ત્યારે વિવાદ સમેટી લેવાયો હતો. પોલીસના જતા મામલો ફરી ઉકળ્યો હતો અને ફરીથી પોલીસને ફોર્મહાઉસે પહોચવાની નોબત આવી હતી.

નિષ્કામ ફાર્મમાં બખેડો કરી રહેલા પાર્ક કોલોનીમાં રહેતા હેમલભાઇ મહેશભાઇ વસંત તેમના પરિચીત પંચવટી સોસાયટીના જીગર પ્રવિણચંદ્ર આડતીયા તેમજ લાઇટ હાઉસ સામેના દિવ્ય ભવનમાં રહેતા મિતલભાઇ વિનોદભાઇ વસંત અને તેમના ડ્રાઇવર ગાંધીનગરમાં રહેતા રામદેવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને ઉઠાવી લઇ પોલીસ મથકે લઇ જવાયા હતાં.

પોલીસે વસંત પરિવારના બન્ને પુત્ર સહિત ચારેય સામે અટકાયતી પગલા ભરી ચારેયને લોકઅપ હવાલે કરી દીધા હતાં. જામનગરમાં આર્થિક દૃષ્ટિએ અગ્રીમ સ્થાન ધરાવતા વસંત પરિવારમાં મિલકત મુદ્દે ચાલતા વિવાદમાં મામલો પોલીસ સુધી પહોચતા અને પરીવારના સભ્યોને લોકઅપની હવા ખાવાની વેળા આવતા મુદ્દે શહેરમાં ભારે ચર્ચા જાગી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો