તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમલગ્નનો ખાર રાખી હુમલો કરનાર 7 ઝડપાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરના ગુલાબનગરમાં રહેતા એક યુવાને આજથી ચાર માસ પહેલા વિકટોરિયા પુલ પાસે રહેતી એક યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે પ્રેમલગ્નનો ખાર રાખી મંગળવારે સવારે તેની પર ખૂની હુમલો કરાયો હતો.

જે અંગે ગત તા. 7ના સવારે તે નોકરી પર જઈ રહ્યો હતો ત્યારે એક ફોર વ્હીલ તથા બે બાઇકમાં ધસી આવેલા 7 શખ્સોએ તેને રોકી તેની પર છરી, પાઇપ તથા ધોકા વડે હુમલો કર્યો હતો. જેથી ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો.

જ્યાં તેના ભાઈ દ્વારા 7 શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં પોલીસે રાજકોટના શખ્સ સહિત સાત શખ્સોની ધરપકડ કરી રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા જયદીપભાઈ બાબુભાઈ મકવાણા (ઉ.વ.25) નામના યુવાને આજ થી ચાર માસ પહેલા વિકટોરિયા પુલ પાસે રહેતા ભુપતભાઈ લાંબાની પુત્રી નેહા સાથે લગ્ન કર્યા હતા. જે પ્રેમલગ્નનો ખાર રાખી નેહાના પિતા ભૂપતભાઈ લાંબા, કિશનભાઈ રામભાઈ લાંબા, રામભાઈ લાંબા, જયદીપ ભૂપતભાઈ લાંબા, તથા ત્રણ અજાણ્યા શખ્સોએ જયદીપ મંગળવારે સવારે નોકરી પર જઈ રહ્યો હતો.

ત્યારે રાજકોટ હાઇ-વે પર મેલડી માતાના મંદિર પાસે તેને થોભાવી છરી, લોખંડના પાઇપ, વડે હિચકારો હુમલો કર્યો હતો અને છરીના પાંચ ઘા શરીરે મારી રોડથી નીચે ફેંકી દીધો હતો. જેથી ગંભીર રીતે ઘવાયેલા જયદીપને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં તેના ભાઈ સંદીપભાઈ દ્વારા તમામ શખ્સો સામે તેના ભાઈની હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધાયો હતો.

જે ગુનાની તપાસ કરતાં બેડી મરિન પોલીસના પીએસઆઈ કુલદીપસિંહ ગોહિલે કિશન રામભાઈ લાંબા, જયદીપ ભૂપતભાઈ લાંબા, રામભાઇ નરસંગભાઈ લાંબા, ભૂપત નરસંગભાઈ લાંબા, જખરા દેવાણંદભાઈ, તથા રાજકોટમાં રહેતા ભૂપત સમાભાઈ જાખેલીયા, દેવરાજ ઉર્ફે લાલો મુકેશભાઈ પરમારની ધરપકડ કરી રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

શહેરમાં ચકચાર જગાવનાર સમગ્ર ઘટનામાં પ્રેમલગ્નનો ખાર રાખીને હુમલો કરી હત્યાનો પ્રયાસ કરનાર 7ને ઝડપી લેવાયા છે ત્યારે રિમાન્ડ દરમિયાન આકરી પુછપરછ હાથ ધરવામાં આવી છે.

બાર દિવસ પહેલા ગુનાને અંજામ આપાયો હતો, યુવાન હજુ હોસ્પિટલના બિછાને

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો